

TVનાં જાણીતા એક્ટર કરન ઓબેરોય પર એક મહિલાએ રેપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપને કારણે ઘણાં દિવસોથી તેની આલોચના થઇ રહી હતી. હાલમાં તેને જામીન મળી ગયા છે. બહાર આવતા જ તેણે News18 સાથે વાતચીતમાં પોતાનો પક્ષ મુક્યો હતો અને હાલમાં તેનાં પર રેપનો આરોપ લગાવનારી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે.


ન્યૂઝ એજન્સી ANI દ્વારા કરવામાં આવેલાં ટ્વિટ મુજબ, કરન ઓબેરોય પર રેપનો આરોપ લગાવનારી મહિલાને પોલીસે પોતે ખોટો આરોપ લગાવવ બદલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ પહેલાં પોલીસે મહિલાનાં વકિલની ધરપકડ કરી હતી. વકિલનાં નિવેદનનાં આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.


કરન ઓબેરોય પર રેપ અને જબરદસ્તી વસૂલીનો આરોપ લગાવનારી મહિલાએ થોડા દિવસ પહેલાં મોર્નિંગ વોક સમયે તેનાં પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાનો પ્રયાસ મહિલાનાં જ વકિલ કાશિફ ખાને કર્યો હતો. આ<br />હુમલામાં ચાર લોકો શામેલ તાં. જે કાશિફનાં જ જાણકાર હતાં. ચાર દિવસ ગૂમ રહ્યા બાદ તેણે ઓશીવારા પોલિસ સામે સરેન્ડર કરી દીધુ.


આ મામલે પહેલાં કરન ઓબેરોયની ધરપકડ બાદ તેને અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાં તેને જામીન મળી ગયા હતાં. જે બાદ કરને આ તમામ આરોપોને ફરજી ગણાવ્યા હતાં. અને તેણે કોઇ જ રેપ ન કર્યો હોવાની અને પૈસા ન માગ્યા હોવાની વાત કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં મહિલા અને વકિલની સાંઠગાંઠ બહાર આવી હતી.