

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ એક સાથે આવે તો પણ કેટલાંયનાં ભવાં ઉચાં થઇ જાય છે. ત્યાતરે સંજય લીલા ભણસાલીની ટીમ તરફથી જે વાતો આવી રહી છે તે વાત ખરેખરમાં આચકો અપાવે તેવી છે.


<br />વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' રિલીઝ થઇ હતી. અને હવે આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઇ રહ્યો છે. જે માટે સલમાન ખાનને સાઇન કરી લેવામાં આવ્યો છે.


હાલમાં આ ફિલ્મની હિરોઇન માટે દરરોજ નવા નામની ચર્ચા થાય છે. તો તેમાં ફરી એક વખત ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ચર્ચાઇ રહ્યું છે અને સલમાન-ઐશ્વર્યાને સાથે જોવાની વાત થઇ રહી છે.


સંજય લીલા ભણસાલી સલમાન અને ઐશ્વર્યાને લઇને જ 'હમ દિલ દે ચુકે સનમ-2' બનાવવા ઇચ્છે. હવે સંજય લીલા ભણસાલીની આ ઇચ્છા પૂર્ણ થાય છે કે નહં તે તો આવનારા સમયમાં જ માલૂમ પડશે.


જો આવું બન્યુ કે ફરી સલમાન અને ઐશ્વર્યા રાય બચ્ચન એક સાથે ફિલ્મ કરે તો 20 વર્ષ બાદ તેઓ કોઇ પ્રોજેક્ટ માટે સાથે આવશે.