

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: વર્ષ 2016થી લઇને અત્યાર સુધી ટીવીનાં એક કપલ વચ્ચે અણબનાવનાં સમાચાર આવતા ર્યા છે. કહેવાય છએ કે બંનેએ 2016માં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જોકે હજુસુધી તેમનાં છૂટાછેડા થયા નથી. આ કપલની કહાની ખરેખરમાં ચોકાવનારી છે. કેમેરાની સામે હમેસાં પ્રેમભરેલા પોઝ આપનારા આ સેલિબ્રિટી કપલ જ્યારે અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે તેમનાં ચાહકોનું દિલ તુટી ગયું. જો આપ પણ આ વાત નથી સમજ્યા તો અમે જણાવી દઇએ કે અમે વાત કરી રહ્યાં છે ટીવી એક્ટર વિવિયન ડીસેના અને વાહબિજ દોરાબજીની.


મીડિયા રિપોર્ટ મુજબ તેમનો સંબંધ કેમ તુટ્યો તે અંગે ખુલાસો થયો છે. ઘણાં સમયથી સવાલ ઉઠી રહ્યાં છે કે, તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. સ્પોટ બોયનાં સોર્સિસ મુજબ, છૂટાછેડાનું કારણ ઘરેલૂ હિંસા છે. રિપોર્ટ મજુબ, છૂટાછેડા ફાઇલ કરતા સમયે વાહબિજે વિવિયન પર ઘરેલૂ હિંસાની સાથે અન્ય ઘણાં આરોપ લગાવ્યા છે.


ઘરેલૂ હિંસા મામલે જ્યારે વાહબિજ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ વિશે કોઇ જ પુષ્ટિ કરી નથી અને જવાબ પણ આપ્યો ન હતો.