

અંગદાનની જેમ માણસના જીવનમાં વીર્યદાનનું પણ જીવનમાં એટલું જ મહત્ત્તવ છે. અંગદાનથી કોઈનું જીવન બચી શકે છે, જ્યારે વીર્યદાનથી કોઈને નવું જીવન મળી શકે છે.


વીર્યદાન અંગે ઇસ્લામમાં ચોક્કસ કાયદો છે. ઇસ્લામના શરિયા કાયદા મુજબ, જો વીર્યદાન કરનાર વ્યક્તિ પતિ નથી તો તેનું વીર્ય મહિલાના ગર્ભમાં મૂકવાની પરવાનગી નથી.


ઇસ્લામના નિયમો મુજબ, એક પુરૂષનું વીર્ય એજ મહિલા ધારણ કરી શકે જેની સાથે તેનું લગ્ન થયું હોય. જે મહિલા ઇસ્લામ મુજબ પુરૂષની પત્ની હોય તેનું જ વીર્ય મહિલા ગર્ભમાં ધારણ કરી શકે છે.


જો કોઈ કારણોસર મહિલા ગર્ભવતી નથી થઈ શકતી તો તેના પતિના વીર્યને લેબોરેટરીમાં ફર્ટિલાઇઝ કરવાની પરવાનગી છે. જ્યારે એગ ફર્ટિલાઇઝ થઈ જાય ત્યારે તે ફક્ત પુરૂષની પત્નીના ગર્ભમાં જ મૂકવાની પરવાનગી છે.


એગ અને વીર્ય પતિ પત્નીના હોય તો તો જ તેની પ્રોસેસને હલાલ ગણાવાઈ છે. ઇસ્લામ મુજબ અન્ય પુરૂષ કે સ્ત્રીના એગ- વીર્યને ધારણ કરવાની પરવાનગી નથી.


In-Vitro-Fertilization (IVF) અંગે પણ ઇસ્લામમાં કાયદો તૈયાર કરાયો છે. પુરૂષનું વીર્યુ અને મહિલાના એગને ભવિષ્યમાં વપરાશમાં લેવા માટે ફ્રિઝમાં રાખવાની પરવાનગી આપવામાં નથી આવતી. કોઈ અન્ય વ્યક્તિનું વીર્ય કે મહિલાના એગની અદલાબદલી ન થઈ જાય તેથી ઇસ્લામમાં તેના સંવર્ધનની પરવાનગી નથી અપાતી. IVF માટે ઇસ્લામના કાયદા મુજબ, જે તબીબી પર વિશ્વાસ મૂકી શકાય તેની પાસે જ સર્જરી કરાવવાની પરવાનગી છે. વીર્ય બેન્ક, સરોગેટ મધર્સ અને વીર્યદાનની ઇસ્લામમાં પરવાનગી નથી.