ભગવાન ક્યાં રહે છે? તેમનું મુખ કઈ દીશામાં હોય છે? આખો દિવસ શું કરે છે?: સ્વામી હરિસ્વરૂપદાસજી
સ્વામી હરિસ્વરૂપદાસજી એક કથામાં પોતાની આગવી શૈલીથી કરેલા એક રાજા અને બ્રાહ્મણના પ્રસંગની વાત કરી શું. આ પ્રસંગમાં રાજા એક બ્રાહ્મણને ભગવાન વિશે ત્રણ અઘરા પ્રશ્ન પુછે છે.


મેમનગર સ્વામીનારાયણ મંદિરના સંત સ્વામી હરિસ્વરૂપ દાસજી પોતાની રમૂજી શૈલીમાં કથા પ્રવચન માટે ખુબ પ્રખ્યાત છે. તેમણે એક કથામાં પોતાની આગવી શૈલીથી કરેલા એક રાજા અને બ્રાહ્મણના પ્રસંગની વાત કરી શું. આ પ્રસંગમાં રાજા એક બ્રાહ્મણને ભગવાન વિશે ત્રણ અઘરા પ્રશ્ન પુછે છે. જેનો જવાબ આપવો બ્રાહ્મણ માટે મુશ્કેલ બની જાય છે. આખરે બ્રાહ્મણનો પુત્ર અનોખી રીતે રાજાના પ્રશ્નોના જવાબ આપે છે.


શું છે પ્રસંગ ? કયા હતા ત્રણ અઘરા પ્રશ્ન? - સ્વામી હરિસ્વરૂપદાસજીએ કથામાં આ પ્રસંગની શરૂઆત કરતા કહ્યું કે, એક પંડિત કથા કરવા રાજાના દરબારમાં ગયા, પંડીતે કથામાં ભગવાન વિશે ઘણી બધી વાતો કરી. રાજાને હવે પ્રશ્ન થયો, તેમણે પંડિતજીને પુછ્યું, ભગવાન ક્યાં રહે છે? તે કઈ દીશા તરફ મુખ રાખી બેઠા છે? ભગવાન આખો દિવસ શું બિઝનેસ (કામ) કરે છે ? પંડિતજી મુંઝાયા - એવું તત્કાલિક કેવી રીતે ઈન્ડિકેટ કરવું કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન આખો દિવસ શું કરી રહ્યા છે, તેમનું મુખ કઈં બાજુ છે. રાજાઓને ગમે ત્યારે એકદન આવું બધું જાણવાની આજીવીકા થાય, આતો ભાઈ રાજા, વાંજા અને વાંદરા કહેવાય - જો હરખા જવાબ ના દે તો જેલમાં નાખી દે. ભટ્ટજી તો મૂંઝાવા લાગ્યા. તેમણે રાજાને કહ્યું તમને કાલે જણાવીશ. તેઓ ઘરે ગયા, પરંતુ તેમને રાજાને પ્રશ્નનો જવાબ આપવાનો હતો, જેથી તે ચિંતામાં હતા. દીકરાને પિતાની પરિસ્થિતિ ચિંતા જનક લાગી. તેણે પિતાને પુછ્યું કેમ ચિંતિતિ છો. પિતાને થયું કે આને શું કહેવાનું. પરંતુ, દીકરાએ વારંવાર જીદ કરતા પંડિતજીએ પોતાની મુશેકેલીની વાત દીકરાને કરી. દીકરો પિતાને કહે છે, આ પ્રશ્નોના જવાબ તો ખુબ સહેલા છે. હું જવાબ આપીશ. પંડિતજી કહે, મરાવીશ. દીકરો કહે, પિતાજી ચિંતા ન કરો. હું રાજાને આ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશ.


ભગવાન ક્યાં રહે છે? પ્રથમ પ્રશ્નનો જવાબ - સ્વામી હરિસ્વરૂપદાસજીએ પોતાની કથામાં હવે આ પ્રથમ પ્રશ્નના જવાબની વાત કરતા કહ્યું કે પંડિતજી દીકરાની સાથે રાજદરબારમાં જાય છે. પંડિતજી રાજાને કહે છે, આવા સામાન્ય પ્રશ્નનો જવાબ હું શું આપું, તે તો મારો દીકરો જ તમને જણાવી દેશે. હવે પંડીતજીનો દીકરો રાજાને કહે છે જો તમારે જ્ઞાન લેવું હોય તો રાજ સિંહાસન પરથી નીચે ઉતરી જમીન પર બેસવું પડશે, અને મને થોડી વાર માટે તમારા સિંહાસન પર બેસવા દેવો પડશે. રાજા તરત બ્રાહ્મણ દીકરાની વાત માની લે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના સિંહાસન પર થોડી વાર તેને બેસવા માટે મોકલે છે, અને પોતે નીચે જમીન પર બેસી જાય છે. હવે પંડીતજીનો દીકરો સિંહાસન પર બેસતા જ, સેવકો પાસે દુધનો એક ગ્લાસ મંગાવે છે અને રાજાને પોતાનો પ્રશ્ન કરવા જણાવે છે. રાજાએ પ્રથમ પ્રશ્ન પુછ્યો - ભગવાન ક્યાં રહે છે? તેમનું સરનામું શું છે? - હવે પંડીતજીનો પુત્ર રાજાને જવાબ આપવા રાજાને પ્રશ્ન પુછે છે - આ દૂધનો ગ્લાસ છે. દૂધમાં માખણ હોય છે? રાજા કહે છે - હા, હવે તમે મને કહો દૂધમાં માખણ ક્યાં રહે છે? હવે રાજા મુંઝાયા - તેમણે જવાબ આપ્યો દૂધના કણે કણમાં માખણ હોય છે. પંડીતજીના દીકરાએ તુરંત રાજાને કહ્યું તમારા પહેલા પ્રશ્નનો જવાબ આજ છે. જેમ દૂધમાં માખણ કણે કણમાં છે, તેમ ભગવાન પણ કણે કણમાં રહે છે. રાજાને પ્રશ્નનો જવાબ સંતોષકારક મળી ગયો.


ભગવાન કઈ બાજુ મુખ રાખી બેઠા છે? બીજા પ્રશ્નનો જવાબ - સ્વામી હરિસ્વરૂપદાસજી બીજા પ્રશ્નના જવાબની વાત કરતા કહે છે કે, પંડીતજીનો દીકરો બીજા પ્રશ્નનો જવાબ આપવા માટે સેવક પાસે એક દીવો મંગાવે છે. પછી રાજાને પ્રશ્ન કરે છે - તમે બતાવો કે આ દીવાનું મુખ કઈ તરફ છે? દીવો કઈ તરફ જુવે છે? રાજા જવાબ આપે છે - ચારે તરફ. પંડીતજીનો દીકરો કહે છે. ભગવાનનું મુખ પણ ચારે તરફ છે, તે ચારે દીશામાં જોઈ શકે છે.


ભગવાન આખો દિવસ શું કામ (બિઝનેસ) કરે છે ? ત્રીજા પ્રશ્નનો જવાબ - સ્વામી હરિસ્વરૂપદાસજી પોતાની રમજૂ શૈલીમાં આ પ્રશ્નનો પણ જવાબ આપતા કહે છે, પંડીતજીના દીકરાએ રાજાને કહ્યું હજુ તમને ત્રીજા પ્રશ્નનો જવાબ નથી સમજાયો, રાજન જુઓ તમે જમીન પર બેઠા છો અને હું સિંહાસન પર પર છું. બસ ભગવાન આજ કામ કરે. મનુષ્યના કર્મના આધાર પર રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવી દે છે. રાજા તુરંત સમજી ગયા, તેમને તેમના ત્રણ પ્રશ્નોના સંતોષકારક જવાબ મળી ગયા અને પોતાની ભૂલ પણ સમજાઈ ગઈ. પંડિતજીના દીકરાએ સિંહાસન પર બેસી રાજાને કહ્યું, તમે ચિંતા ન કરશો આ સિંહાસન પરથી હું ઉભો થઈ જઈશ, અને તમને તમારી રાજગાદી સોંપી દઈશ. રાજદરબારમાં સિંહાસનનું મહત્વ હોય છે. સિંહાસન પર બેઠેલો વ્યક્તિ રાજા કહેવાય, જો પંડીતજીનો દીકરો સિંહાસન પર બેસી ઓર્ડર કરે અને રાજાને બંદી બનાવી લે તો રાજા રંક બની જાય.