

હનુમાન ભક્તો બજરંગબલીને ખુશ રાખવા દરરોજ હનમાનજી પાઠ કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે પૂજા કરવી જોઇએ. મહિલાઓએ મંગળવારના દિવસે હનુમાન ચાલીસા કરવી જોઇએ. આપણે રૂટિનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, પરંતુ અનેક વખત તેને માત્ર રૂટિન બનાવીને જ મૂકી દઈએ છીએ. જ્યારે પણ ટાઇમ મળે છે જ્યાં પણ જેવી પણ સ્થિતિમાં હોય તેમ બેસીને વાંચી લઈએ છીએ. ચાલો જાણીએ હનુમાન ચાલીસા કરતી વખતે શું ભૂલ ન કરવી જોઇએ.


એવું કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા તેમના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા જોઇએ. તેથી સૌથી પહેલા શ્રીરામનું નામ લો. પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો.


હનુમાન ચાલીસા ક્યારેય મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ. ક્યારેક ઉતાવડમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે. જે યોગ્ય નથી. શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે. જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે.


હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ એટલે કે ચોખ્ખાં કપડાં પહેરો અને સ્નાન કરી લો. જે આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાના હોય તે આસન લાલ રંગનું જ હોવું જોઈએ. જો આ આસન ઊનનું હોય તો વધુ સારું રહે છે.