

ગ્લોબલ મેસેંજર એપ માર્કેટમાં અત્યારે સૌથી વધારે WhatsAppનો દબદબો છે. WhatsAppના સૌથી વધારે એક્ટવ યૂઝર્સ છે. દુનિયાભરમાં અત્યારે WhatsAppના દોઢ કરોડથી પણ વધારે યૂઝર્સ છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે વોટ્સઅપ પણ તમારો પર્સનલ ડેટા વેંચી શકે છે. WhatsApp પર જ યૂઝર્સ સૌથી વધારે પર્સનલ ચેટથી લઈ ફોટો્સ અને વીડિયો લોકો મોકલે છે. આવામાં તમારો પર્સનલ ડેટા ખતરામાં છે. આગળની સ્લાઈડમાં જુઓ કેવી રીતે થયો આ ખુલાસો.


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, WhatsApp પોતાના યૂઝર્સના ડેટા ફેસબુકને આપી રહ્યું છે. જોકે, હજુ આ વાતની પુષ્ટી નથી થઈ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છએ કે, WhatsApp પર લોકોનો પર્સનલ ડેટા ખતરામાં છે. WhatsApp યૂઝર્સની તમામ જાણકારી ફેસબુક કંપનીને આપી રહ્યું છે.


WhatsAppના બીટા પ્રોગ્રામને ટ્રેક કરનાર WABetaInfoએ આ ખુલાસો કર્યો છે. WABetaInfoનું કહેવું છે કે, વોટ્સઅપનું લેટેસ્ટ 2.18.57 વર્ઝન ફેસબુક સાથે મળીને કામ કરી રહ્યું છે. અને તેને તમામ સૂચના આપી રહ્યું છે.


જેથી વોટ્સઅપે તેની ટર્મ એન્ડ કંન્ડીશન સર્વિસમાં બદલાવ કર્યો છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છએ કે, WhatsApp યૂઝર્સની પર્સનલ ઈન્ફોર્મેશનને પેસબુક સાથે શેર કરી શકાય છે. જોકે આમાં લખવામાં આવ્યું છે કે, આ એવી કંડીશનમાં જ થશે જ્યારે યૂઝર્સ WhatsAppને ફેસબુક સાથે પોતાની ઈન્ફોર્મેશન આપવાની મંજૂરી આપશે.