

વિયતનામમાં વર્ષ 2011માં પહેલી વખત એક પ્રાઈવેટ એરલાઈન્સે પોતાની શરૂઆત કરી. અને ટુંક સમયમાં જ વિયતનામની સૌથી લોકપ્રિય એરલાઈન્સ બની ગઈ. કારણ હતું તેની એડ અને પોશાક, જે તેની ફ્લાઈટ એટેન્ડેન્ટ્સ ફ્લાઈટ દરમિયાન પહેરતી હતી. એરલાઈન્સે ખુબસુરત એરહોસ્ટેસોની કરી પસંદગી.


આ એરલાઈન્સ પોતાની જાત મહેનતે અબજોપતિ બનેલી એક વિયતનામી મહિલાએ શરૂ કરી હતી. આ એરલાઈન્સની શરૂઆત વર્ષ 2011માં ક્રિસમસના દિવસે થવાની હતી. પરંતુ, તે પહેલા જ તેની એડ જે રીતે મીડિયામાં આવવાનું શરૂ થઈ, જેનાથી તેના પ્રત્યે લોકોની ઉત્સુકતા કઈંક વધારે વધી ગઈ. આ એવી એરલાઈન્સ બની ગઈ, જે બજારમાં ઉતરતા પહેલા જ ઘણી લોકપ્રિય થઈ ગઈ. હવે આ એરલાઈન્સ નફામાં છે. જ્યારે તેનો આઈપીઓ બજારમાં આવ્યો તો, તેને ખુબ લોકોએ ખરીદવામાં આવ્યો.


જ્યારે તેની ફ્લાઈટ શરૂ થઈ તો તે વિયતનામની ઘરેલુ એરલાઈન્સ હતી. પરંતુ, ફ્લાઈટ દરમિયાન તેની એરહોસ્ટેસ બિકિનીમાં જોવા મળી. જોકે, આ પ્રાઈવેટ એરલાઈન્સનું નામ વિયત જેટ એરલાઈન્સ હતું. પરંતુ, મીડિયા અને લોકો વચ્ચે તે બિકિની એરલાઈન્સ તરીકે ઓળખાવા લાગી. એટલું જ નહીં, જ્યારે આ વર્ષે ડિસેમ્બરથી ભારતમાં પણ ઉડાન ભરવાની જાહેરાત કરવામાં આવી છે, તો ભારતીય મીડિયા પણ તેના સમાચાર બિકિની એરલાઈન્સના નામથી જ આપી રહ્યા છે. આ એરલાઈન્સ માત્ર એશિયામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બિકિની એરલાઈન્સ તરીકે ચર્ચિત છે.


આ એરલાઈન્સે માત્ર એરહોસ્ટેસની એડ જ બિકીનીમાં નહોતી આપી. પરંતુ, દર વર્ષે તે એક ખાસ કેલેન્ડર પણ નીકાળે છે, જેમાં ફ્લાઈટ એટેન્ડન્ટ્સ બિકીનીમાં જ જોવા મળે છે. તેના સૂટ સમુદ્રના આકર્ષક બિચથી લઈ વિમાનો સાથે થતા રહ્યા છે. જોકે, ટુંક સમયમાં આ ફ્લાઈટમાં એરહોસ્ટેસનો આ પોશાકનો વિરોધ પણ થવા લાગ્યો.


વિરોધ બાદ તેની એરહોસ્ટેસે એવા પોશાક પહેરવાના શરૂ કરી દીધા જે બીજી એરલાઈન્સની એર હોસ્ટેસો પહેરતી હતી. જોકે, લગભગ એક વર્ષ સુધી એર લાઈન્સની એરહોસ્ટેસ પોતાના બિકિની પોશાકમાં જોવા મળી. પરંતુ, તેના માટે વિયત જેટ એરલાઈન્ટે મોટો દંડ ભોગવવો પડ્યો.


એરલાઈન્સે આખરે વાયદો કરવો પડ્યો કે, હવે તેમની કેબિન ક્રૂ ફરી વિમાન ઉડવા દરમિયાન બિકિનીમાં જોવા મળશે. વર્ષ 2012 દરમિયાન આ એરલાઈન્સમાં ઉડાન દરમિયાન વિમાનમાં થતો ખાસ ડાન્સ પણ ચર્ચામાં રહેતો હતો. જેના માટે તેણે વિયતનામ એવિયેશન અધિકારીઓ પાસે કોઈ મંજૂરી લીધી ન હતી. હવાઈ દ્વીપ પર થતા ડાંસને મળતો ડાંસ લગભગ ત્રણ મીનિટ થતો હતો, જેને લઈ કેટલાક યાત્રિઓએ આપત્તિ પણ વ્યક્ત કરી.


જ્યારે બિકીની એરલાઈન્સે ઈન્ડોનેશિયા માટે પોતાની પહેલી ઈન્ટરનેશનલ ઉડાનની જાહેરાત કરી ત્યારે ઈન્ડોનેશિયામાં માહોલ નર્વસ હતો. ઈન્ડોનેશિયાના વિયતનામ સ્થિત રાજદૂતે સુનિશ્ચિત કરવું પડ્યું કે, ઈન્ડોનેશિયાની ઉડાનમાં વિમાનની એરહોસ્ટેસ પૂરા પોશાકમાં તો હશે.


આ છે બિકીની એરલાઈન્સ એટલે કે વિયત જેટ એરલાઈન્સની માલિક નગુમેન થી ફુંગ થાઓ. તે લગભગ 46 વર્ષની છે. તેમણે સેવિયત સંઘમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો ત્યારબાદ ત્યાં જ જાપાન, કોરિયા, હાંગકોંગ અને કેટલાક અન્ય દેશોમાંથી સામાન મંગાવી સોવિયત સંઘમાં વેચવાનું શરૂ કર્યું. જેમાં તેને ઘણો ફાયદો થયો. ત્યારબાદ તે વિયતનામ આવી ગઈ. વિયતનામમાં તેમના કેટલાએ બિઝનેસ છે. થાઓની કહાની ખુબ રસપ્રદ છે કે, તે પોતાની મહેનતથી કેવી રીતે બિઝનેસની દુનિયામાં શિખર સુધી પહોંચી ગઈ.


વિયતજેટ એરલાઈન્સ બજેટ એરલાઈન્સ કહેવામાં આવે છે. તે સ્થાનિક સ્તરથી કેટલાએ અન્ય દેશોમાં પોતાનો વિસ્તાર કરી ચુકી છે. તેની ઉડાન સિંગાપુર, કોરિયા, તાઈવાન, ચીન, મ્યાંમાર, મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં જાય છે. ભારતમાં તેની ઉડાન નવી દિલ્હીથી હો-ચિ-મિન્હ સિટી સુધી જશે. હાલમાં તે સ્કીમ હેઠળ માત્ર નવ રૂપિયામાં લોકોને ટિકિટ આપવાની જાહેરાત કરી રહી છે.