

ટીવીનાં સૌથી મોટા ગેમ શો કૌન બનેગા કરોડપતિની 8મી સીઝનનો આગાઝ થઇ ચુક્યો છે આ વખતે KBCની ટેગ લાઇન છે. આ ફક્ટ પૈસા જ નહીં દિલ પણ જીતી જાય છે. આ શો પર આવનાર દરેક કંટેસ્ટંટ તેમ વિચારીને આવે છે કે તે કરોડપતિ બનીને જ અહીંથી પરત ફરશે. હવે આ વખતે શોનાં કરોડપતિ કોણ છે તે માટે તો આપણે રાહ જોવી પડશે. પણ આજે અમે આપને જણાવીશું કે શોનાં વિનર્સ અને તેઓ હાલમાં શું કરે છે તે વિશે જણાવીએ.


KBCમાં વર્ષ 2001માં વિશાખાપટ્ટનમનાં 14 વર્ષની રવિ સૈનીએ 'KBC જૂનિયર' હેઠળ એક કરોડ રૂપિયાની રકમ જીતી હતી. જ્યારે રવિ સૈનીએ આ શોમાં ભાગ લીધો હતો ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો. પ્રાઇઝ મની જીત્યા બાદ તેણે આગળનું ભણતર પૂર્ણ કર્યુ અને હાલમાં રવિ IPS ઓફિસર બનવાની તૈયારીઓ કરી રહ્યો છે.


KBCની પહેલી સિઝન વર્ષ 2000માં શરૂ થઇ અને આ શો હ્રષવર્ધન નવાથે જીત્યો હતો. તે આ શોનો પહેલો કરોડપતિ બન્યો હતો. તેણે 1 કરોડ રૂપિયાની રકમ જીતી હતી. KBCમાં ભાગ લેવા દરમિયાન હર્ષવર્ધન નવાથે લોક સેવા પરિક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. પણ બાદમાં તેનું ફોક્સ તેનાં લક્ષ્યથી હટી ગયુ તે બાદ તે UK ગયો અને ત્યાંથી MBAનું ભણતર પૂર્ણ કર્યુ.


KBCની ચોથી સિઝન 2010માં રાહત તસ્લીમ 1 કરોડ રૂપિયા જીતી હતી. આ રકમ જીત્યા બાદ રાહતનાં ગિરિડીહમાં તેણે એક શોરૂમ ખોલ્યો હતો. અને આજે તે શો રૂમને સારી રીતે ચલાવી રહી છે.


કૌન બનેગા કરોડપતિની પાંચમી સિઝનનાં 2011નાં વિજેતા મોતિહારી, બિહારનનો સુશીલ કુમાર બન્યો હતો, તેમે પાંચ કરોડ રૂપિયાની રકમ જીતી હતી. સોર્સિસની માનીયે તો, સુશીલે આ પૈસાથી તેનાં ઘરનું રિનોવેશન કરાવ્યું, અને જમીન ખરીદી તે ખેતી કામ કરે છે.


સનમીત કૌરે 'KBC'ની છઠ્ઠી સિઝનમાં એક કરોડ રૂપિયા જીતી હતી. જીતેલી રકમમાંથી સનમીતે તેનું ફેશન ડિઝાઇનર હાઉસ ખોલ્યુ છે.


KBCની 7મી સિઝન ઉદયપુરનાં તાજ મોહમ્મદ રંગરેજ જીત્યા હતાં. તેમણે જીતની 1 કરોડ રૂપિયાની રકમથી દીકરીની આંખોનું ઇલાજ કરાવ્યું. તે બાદ એક ઘર ખરીદ્યું. સાથે જ તેમણે આ રકમ 2 અનાથ દીકરીઓનાં લગ્ન પણ કરાવ્યાં. તે બાદ બાકીની રકમનું યોગ્ય રીતે રોકાણ કર્યુ હતું.


KBCની સાતમી સિઝનમાં ફિરોઝ ફાતિમે 1 કરોડ રૂપિયા જીત્યા હતાં. ફિરોઝે આ રકમમાં મળલી રકમથી તેનાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા મદદ કરી.


દિલ્હીનાં બે ભાઇઓ અચીન નરૂલા અને સાર્થક નરૂલાએ 7 કરોડની રકમ જીતીને KBc શોમાં ઇતિહાસ રચી લીધો. પુરસ્કારમાં મળેલી રકમથી આ બંને ભાઇઓએ માતાની બીમારીનો ખર્ચો ઉઠાવ્યો તેમની માતા કેન્સરથી પિડાતી હતી.