

લગ્ન સમારંભ કોઈપણ પરિવાર માટે અત્યંત કિંમતી હોય છે. લગ્ન સમારોહમાં વિવિધ ધર્મોમાં પોત- પોતાની અલગ પરંપરા હોય છે. પરંતુ લગ્ન સમારંભ પરંપરાઓ અનુસાર કોઇ પરંપરાને લગ રીતે નકારી કાઢવામાં આવે છે ત્યારે અશુભ થાય છે. પરંતુ કોલકાતામાં આ લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.


પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલા આ લગ્ન આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. હકીકતમાં, પિતાએ દીકરીનું કન્યાદાન કરવાની મનાઇ કરી દીધી.


હકીકતમાં, કોલકાતામાં યોજાયેલા લગ્ન સમારંભમાં કંઇક એવું થયું કે ત્યા ચાર મહિલા પૂજારીઓએ લગ્ન સમારોહ સંપન્ન કર્યા. સામાન્ય રીતે હિન્દૂ સમાજમાં પુરુષ પંડિત દ્વારા જ લગ્ન વિધી પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ આ લગ્નમાં મહિલા પંડિતોએ લગ્ન કરાવ્યાં છે. લગ્નની વિશેષતા ફક્ત મહિલા પંડિતો જ નહીં પણ અન્ય પણ ખાસ કારણ છે.


આ લગ્નની સૌથી મહત્વની વાત એ હતી કે કન્યાના પિતાએ તેની પુત્રીનું કન્યાદાન કરવાની જ ના પાડી દીધી. કન્યાદાન હિન્દુ પરંપરા અનુસાર એવો રિવાજ છે તે જેમા દુલ્હનના પિતા તેમની પુત્રીનો હાથ પતિના હાથમાં સોંપે છે. ત્યારે તેમની પુત્રીની પિતાએ કહ્યું કે તેમની પુત્રી કોઇ સંપતિ નથી કે તેને કોઇ ભેટ સમજીને સોંપી દઇએ.


લગ્ન સમારંભમાં હાજરી આપતા મહેમાનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ પૂરુ વાક્ય શેર કરી દીધુ છે. જ્યાંથી સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ રહી છે. સમારંભમાં હાજરી આપતા મહેમાનોએ લખ્યું હતું કે હું મહિલા પંડિત દ્વારા કરાવવામાં આવેલા આ લગ્નમાં સામેલ થઇ છું. જ્યા દુલ્હનના પિતાએ ભાષણ આપતા કહ્યું હતુ કે મારી દીકરી કોઇ સંપતિ નથી કે કોઇને ભેટ તરીકે સોંપી દઉ.