

વિવેક ઓબેરોય વિવાદનો મધપુડો છંછેડ્યા બાદ ફાઇનલી ઐશ્વર્યા રાય બચ્ચન પર છંછેડેલા મિમ પર માફી માંગી લીધી છે. ઐશ્વર્યાને ટાર્ગેટ કરીને વિવેક ઓબેરોયે એક રિટ્વિટ કરી હતી. તેનાં મતે આ એક મજાકીયા ટ્વિટ હતી.


વિવેકે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઘણી વખત આપણને એક નજરે જે મજાક લાગે છે તે અન્ય માટે મજાક હોતી નથી. હું છેલ્લા 10 વર્ષથી 2000થી વધુ બાળકીઓનાં સમાજીક હક માટે કામ કરી રહ્યો છું. હું ક્યારેય કોઇ મહિલાનું અસન્માન ન કરી શકુ.


જો મારા મિમ પર રિપ્લાય કરવાથી જો કોઇપણ એક મહિલાને પણ દુ:ખ થયુ છે તો મારે તે માટે માફી માંગવી જરૂરી છે. ટ્વિટ ડિલીટ કરી દીધી છે.


મહારાષ્ટ્ર મહિલા આયોગે વિવેક ઓબેરોય દ્વારા કરેલ આપત્તિજનક ટ્વિટ બદલ સરકાર સામે સખત એક્શન લેવાની માંગણી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ કહ્યું હતું કે આ મામલામાં વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા અને જે વ્યક્તિ સાથે આ પોસ્ટ જોડાયેલી છે તેની પાસે વ્યક્તિગત રુપથી માફી માંગવી જોઈએ. જો એમ નહીં કરે તો અમે જોઈશું કે તેની સામે કયા લીગલ એક્શન લઈ શકીએ છીએ. અમે ટ્વિટરથી આ ટ્વિટને હટાવવા વિશે પણ વાત કરી રહ્યા છીએ.


ઐશ્વર્યા પદ્મ શ્રીથી સન્માનિત છે. ભાજપને ખુશ કરવા માટે આવું ટ્વિટ કરીને મહિલાનું અપમાન કર્યું છે.વિવેક ઓબરોય ઉપર કેસ નહીં નોંધાય તો જનતા તેનો જવાબ આપશે.


એક્ઝિટ પોલ આવ્યા પછી એક મીમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ તસવીર છે. એક તસવીરમાં ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે જોવા મળે છે. એકમાં વિવેક સાથે અને એકમાં તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. સલમાન વાળી તસવીરમાં ઓપીનિયન પોલ, વિવેક વાળી તસવીરમાં એક્ઝિટ પોલ અને અભિષેક વાળી તસવીરમાં રિઝલ્ટ લખેલું છે.