

વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા તૂટી ચૂકી હતી, જેમાંથી બહાર આવવામાં સમય લાગ્યો અને હવે ટીમ વર્લ્ડ કપ બાદ આજે પોતાની પહેલી મેચ રમવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ફ્લોરિડામાં સીરીઝની પહેલા ટી20 મેચ રમશે.


આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યાએ એ હારને યાદ કરતાં કહ્યું કે, તે સેમીફાઇનલ બાદ થોડા દિવસ પસાર કરવા મુશ્કેલ થઈ ગયા હતા, પરંતુ હવે તેનું ધ્યાન આવતા વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારી પર છે.


કોહલીએ કહ્યું કે, વર્લ્ડ કપથી બહાર થયા બાદનું સપ્તાહ તો ઘણું મુશ્કેલ રહ્યું હતું. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટ ખતમ ન થાય ત્યાં સુધી, રોજ સવારે જ્યારે ઊંઘીને ઉઠતો તો તે સૌથી ખરાબ અનુભવ રહેતો હતો. કોહલીએ કહ્યું કે આપણે સૌ પ્રોફેશનલ છીએ અને આપણે આગળ વધવાનું હતું. દરેક ટીમ આગળ વધે છે.કોહલીએ કહ્યું કે આપણે સૌ પ્રોફેશનલ છીએ અને આપણે આગળ વધવાનું હતું. દરેક ટીમ આગળ વધે છે.


ભારતીય કેપ્ટને કહ્યું કે, ફીલ્ડિંગ સેશન અને થોડો સમય જે અમે સાથે પસાર કર્યા તે ઘણો સારો હતો. તેણે કહ્યું કે, દરેક ઉત્સાહિત જોવા મળ્યું હતું. રમવા માટે સમગ્રપણે તૈયાર દેખાતા હતા અને ફરીથી મેદાન પર જવા માંગતા હતા. ભારતીય કેપ્ટને કહ્યું કે ટીમના તરીકે એ જસૌથી સારી વાત છે કે જે તમે કરી શકો છો.


ટી20 વર્લ્ડ કપને લઈને આ છે તૈયારી : આવતા વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીએ કહ્યું કે અમારે આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપ રમવાનો છે. ભારતીય ટીમમાં નવા ચહેરા ઉભરી રહ્યા છે. જેમાં રુષભ પંત પણ સામેલ છે.


મહેન્દ્રસિંહ ધોની આ પ્રવાસમાં ટીમની સાથે નથી. એવામાં ટીમ તેના વગર યોજના બનાવવા પર કામ કરી રહી છે.