

સોશિયલ મીડિયા પર થઈ રહેલ રિસર્ચ લોકો માટે કમાણીનું સાધન બની રહ્યા છે. પહેલા જેનો ઉપયોગ લોકો પ્રાઈવેટ યૂઝ અને ફોટો, વીડિયો શેરિંગ માટે કરતા હતા હવે તેનો ઉપયોગ કમાણી માટે પણ કરવામાં આવે છે. કેટલાએ લોકો એવા છે જે સોશિયલ મીડિયાથી જ લાખોની કમાણી કરી રહ્યા છે. કંપનીઓ પણ પોતાની બ્રાંડને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે અને પોતાની બ્રાંડને વધારવા સેલિબ્રિટીની મદદ લઈ રહી છે. તે એવા એક્ટર્સ, મોડલ્સ અને સ્પોર્ટ સ્ટાર્સનો સહારો લઈ રહ્યા છે જેમના સોશિયલ મીડિયા પર મોટા ફેન ફોલોઈંગ છે અને તેના માટે તેમને મોટી રકમ આપી રહી છે.


જો ભારતના સેલિબ્રિટીઝની કમાણીની વાત કરીએ તો, પ્રખ્યાત ક્રિકેટરના કપ્તાન વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી કમાણી કરવામાં નંબર વન પર માનવામાં આવે છે. ઈંસ્ટાગ્રામની એક પોસ્ટથી લગભગ 1,20,000 અમેરિકન ડોલર એટલે કે લગભગ 82 લાખ કમાણી કરે છે.


ઈંસ્ટાગ્રામ પોસ્ટ શેડ્યૂલર પ્લેટફોર્મ HopperHQએ 2018માં ઈંસ્ટાગ્રામ પોસ્ટથી મોટી કમાણી કરનારા સેલિબ્રિટીઝનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં ટીમ ઈન્ડીયા કપ્તાન ઈંસ્ટાગ્રામ સ્પોર્ટ્સ રિચ લિસ્ટમાં નવમા નંબર પર અને ઓવરઓલ લિસ્ટમાં 17માં નંબર પર છે.


HopperHQ.comના લીસ્ટ પ્રમાણે, કોહલીના ઈંસ્ટાગ્રામ પર 23.2 મિલિયન ફોલોઅર્સ (2,32,12,898) છે, પોતાના એક સ્પોન્સર્ડ ઈંસ્ટાગ્રામ પોસ્ટથી 1,20,000 અમેરિકન ડોલર (લગભગ 82 લાખ રૂપિયા) કમાણી કરે છે.


ઈંસ્ટાગ્રામના સ્પોર્ટ રિચ લીસ્ટ અનુસાર, કોહલીએ અમેરિકન બાસ્કેટબોલ સુપરસ્ટાર સ્ટીફન કરી અને રિટાયર્ડ બોક્સર પ્લોયરડ મેવેદરને પાછળ પાડી દીધા છે. આ લીસ્ટમાં ફૂટબોલના મેગાસ્ટાર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી ઉપર છે, જ્યારે બ્રાઝિલનો ફૂટબોલર નેમાર બીજા નંબર પર છે.


જો ઓલઓવર લીસ્ટની વાત કરવામાં આવે તો, સૌથી ઉપર કોઈલી જેનર છે, જે એક પોસ્ટ કરી લગભગ 1 મિલિયન ડોલર કમાણી કરે છે. જ્યારે બીજા નંબર પર સેલેના ગોમેજ છે, જે એક પોસ્ટ કરીને 8 લાખ ડોલર કમાણી કરે છે. ત્રીજા નંબર પર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે તે એક પોસ્ટ કરીને સાડા સાત લાખ ડોલર કમાય છે. ત્યારબાદ ચોથા નંબર પર કિમ કાર્દિશિયાં, પાંચમા નંબર પર બિયોંસ, છઠ્ઠા નંબર પર ડ્વેન જોન્સન, સાતમા નંબરે જસ્ટિન બિબર, આઠમા નંબરે નેમાર, નવમા નંબરે મેસ્સી અને 10મા નંબર પર કેંડલ જેનર છે. આ બધા સેલિબ્રિટીઝ એક પોસ્ટ કરી લાખોની કમાણી કરે છે.