વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવા મેદાન પર ઉતરશે અને તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું અભિયાન પણ શરૂ થઈ જશે. આ અભિયાન પહેલા ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની સાથે કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે સહિત ટીમ ઈન્ડિયાનું ફોટો સેશન થયું. ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની પાછળ ખેલાડીનું નામ અને નંબર પણ લખેલો છે.

કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ છેલ્લી બે વનડે મેચોમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ, વિન્ડીઝની વિરુદ્ધ ત્રણ દિવસીય અભ્યાસ મેચમાં તેણે 35 રન આપીને ત્રણ વિકેટ લીધી.

અભ્યાસ મેચમાં અજિંક્ય રહાણેએ પણ અડધી સદી ફટકારી પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં પોતાની દાવેદારી રજૂ કરી. રહાણેએ લાંબા સમય બાદ ભારત માટે અડધી સદી ફટકારી.

અભ્યાસ મેચમાં અજિંક્ય રહાણેએ પણ અડધી સદી ફટકારી પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં પોતાની દાવેદારી રજૂ કરી. રહાણેએ લાંબા સમય બાદ ભારત માટે અડધી સદી ફટકારી.