1/ 5


બોલિવુડમાં પોતાના બોલ્ડ લૂકને લઈ હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતે હંમેશાની જેમ આ વખતે પણ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ. જ્યાં દરેક વખતે દર્શકોએ તેના લૂકની હંમેશા રાહ જુએ છે. જોકે, આ વખતે તેનો ફર્સ્ટ લૂક ઘણો ચર્ચામાં રહ્યો.
2/ 5


મલ્લિકાએ આ વર્ષે એટલે કે વર્ષ 2019માં થયેલા કાંસ ફેસ્ટિવલમાં ફર્સ્ટ લૂક દરમ્યાન જે ડ્રેસ પહેર્યો હતો, તેનાથી મળતો આવતો લૂક તેણે વર્ષ 2014માં પણ અપનાવ્યો હતો.
3/ 5


એવામાં જો મલ્લિકાના 2014ના કાંસના લૂકની વાત કરીએ તો, તેણે તે સમયે પણ 2019માં દેખાતું ગાઉન પહેર્યું હતું, જેમાં સામેની તરફ કીહોલ નેકલાઈન હતી.
4/ 5


પરંતુ આ વખતે જ્યારે તેણે જુનો જ લૂક અપનાવ્યો તો, તેમાં થોડુ નવું ટચ પણ આપ્યું હતું. મલ્લિકાએ આ વખતે ડ્રેસને અલગ લૂક આપવા માટે એક કોટ પણ કેરી કર્યો.