હોમ » તસવીરો » અમદાવાદ
અમદાવાદ Jan 11, 2017, 09:02 AM

વાઇબ્રન્ટ ગુજરાત : PM મોદીના થ્રી ડી, કયા મહાનુભાવે શું કહ્યું? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભલે પધાર્યા કહી આમંત્રિત મહેમાનું સ્વાગત કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્વિજન, યૂએઇ, ફ્રાન્સ સહિત દેશોએ અહીં આવી અમારૂ ગૌરવ વધાર્યું છે. પાર્ટનર કન્ટ્રીએ અમારૂ માન વધાર્યું છે. હું એ સૌનો આભાર વ્યક્ત કરૂ છું. આપ સૌના સહયોગ વગર આ શક્ય ન હતું. છેલ્લી ત્રણ ઇવેન્ટ ખરેખર મોટી રહી છે. 100 કરતાં વધુ દેશોનો સહયોગ રહ્યો છે. ખરેખર આ ગ્લોબલ ઇવેન્ટ બની છે. આ સમિટથી રાજ્ય અને દેશને ઘણો ફાયદો થયો છે. 100 કરતાં વધુ કંપનીઓ આવી છે.આ અમારૂ વિઝન મિશન છે, કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને. અમે એ દિશામાં પગલાં લઇ રહ્યા છીએ. રિલેસન્સ બેઇઝ સિસ્ટમ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. ડિજિટલ ટેકનોલોજી એમાં મહત્વનો ભૂમિકા ભજવશે. યુવાનો માટે તકો ઉભી કરવી એ મારી પ્રથમ પ્રાથમિકતા છે.