ભરતસિંહ વાઢેર, વલસાડ: દમણની એક વાઇન શોપ બહાર નશામાં ધૂત બનેલી બે મહિલાઓ પૈસાની લેતી દેતી બાબતે જાહેરમાં બાખડતા મામલો ગરમાયો હતો. જાહેર રસ્તા પર નશામાં ધૂત બની બંને મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારામારી કરી હતી. જોકે, આ વખતે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ શરૂઆતમાં કોઈએ જાહેરમાં લડી રહેલી આ મહિલાઓને છૂટા પડાવવાની મુનાશીબ સમજ્યું ન હતું.