ભરતસિંહ વાઢેર, વાપી: વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa hindu Parishad) અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતા (Hindu leader) પ્રવિણ તોગડિયા આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં વલસાડના વાપીમાં પ્રવિણ તોગડિયાએ એક સભા સંબોધી હતી. જેમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ (Hindu sangathan workders) અને પ્રવિણ તોગડિયાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રવિણ તોગડિયાએ હિન્દુ હિતોના રક્ષણની વાત કરી હતી. સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ એવી કાશ્મીર ફાઈલસ ફિલ્મ (the kashmir files) મુદ્દે પણ પ્રવિણ તોગડિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
મીડિયા સાથેની વાતમાં પ્રવિણ તોગડિયાએ કાશ્મીર ફાલીલસ ફિલ્મ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં 1990માં હિન્દુઓની હાલત દયનીય બની હતી. આથી જો હજુ પણ દેશમાં હિંદુઓના હિતોનું રક્ષણ નહિ કરવામાં આવે તો. જેવા 1990માં જમ્મુ કાશ્મીરમાં સંજોગો સર્જાયા હતા.