ભરતસિંહ વાઢેર, વાપી: વાપી ટાઉન પોલીસે (vapi town police) વાપીના (vapi news) ચલા વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચો (IPL cricket match) પર સટ્ટો રમાડવાના (satta racket) એક મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાપીના ચલામાં આવેલા પ્રમુખ ગ્રીન સોસાયટીના એક ફ્લેટમાંથી રૂપિયા 41 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 સટોડિયાઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહીમાં 77 મોબાઈલ 28 સીમકાર્ડ અને કોમ્પ્યુટર ટીવી સટ્ટો રમાડવાના અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સાધનોની સાથે રોકડ રકમ અને વાહનો મળી 41 લાખથી વધુ રૂપિયાની કિંમતના મુદામાલ પણ જપ્ત કરવામાં સફળતા મલી છે.
દુબઈમાં ચાલતી આઈપીએલની મેચો પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવાનું રેકેટ વાપીના ચલા વિસ્તારમાં ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો. બનાવની વિગત મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે.સરવૈયા અને તેમની ટીમને વાપીના ચલા વિસ્તારમાં આઈપીએલની રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર મોટા પાયે સટ્ટો રમાડવાનું રેકેટ ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી પીઆઇ બી.જે .સરવૈયા અને તેમની ટીમે વાપીના ચલા વિસ્તારમાં આવેલી પ્રમુખ ગ્રીન સોસાયટીના બી_1 વિંગ ના દસમા માળે આવેલા 1002 નંબરના ફ્લેટમાં રેડ કરી હતી.
પોલીસ ત્રાટકતાજ ફ્લેટની અંદર થી આઇ પી એલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાનું રેકેટ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે ફ્લેટમાંથી 77 મોબાઈલ, 5 લેપટોપ, 1 નોટ પેડ, 7 મોનીટર અને અન્ય કોમ્પ્યુટર ઉપકરણો, 28 સીમકાર્ડ 1.37 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને વાહનો મળી અંદાજે 41 લાખથી વધુ રૂપિયાના કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાથે જ પોલીસે આ આઇ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચો પર સટ્ટો રમાડતા મનન નાયક નામના મુખ્ય માસ્ટર માઇન્ડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે. આરોપી મનન નાયક એ વર્ષ 2017માં વાપીના ચલા વિસ્તારમાં આવેલી જાણીતી પ્રમુખ ગ્રીન સોસાયટી ના બી 1 વિંગના દસમા માળે ફ્લેટ લીધો હતો. ત્યારબાદ તે અવારનવાર તે આ ફ્લેટમાં આવતો હતો.
ત્યારે છેલ્લા 18 દિવસથી દુબઈમાં ચાલી રહેલી આઇ પી એલ ટુર્નામેન્ટ્સની મેચો પર કરોડો રૂપિયાનું ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.આરોપીઓ એ દુબઈમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માટે આ ફ્લેટમાં વિશેષ કન્ટ્રોલ રૃમ તૈયાર કર્યો હતો. જેના દ્વારા તે મોટા પાયે કરોડો રૂપિયાનો ક્રિકેટની મેચો પર સટ્ટો રમાડી રહ્યા હતા હતો. પોલીસે અત્યારે મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. અને તેમાંથી પણ ડેટા મેળવવામાં આવી રહ્યા છે. અને ક્રિકેટ મેચો પર રમાડવામાં આવી રહેલા સટ્ટાના રેકેટના તાર ક્યા સુધી લંબાયેલા છે??
તેના મૂળ સુધી પહોંચવા માટે વાપી ટાઉન પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છેપોલીસની આ કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ ના નામ પર એક નજર કરીએ તો મનન નાયક , જતીન નંદન નેલવાલ , અજય જ્ઞાનદેવ કદમ ,અરવિંદ શ્રીનાથ ચતુર્વેદી ,અમિત અનિલકુમાર નાયક,અમિત આત્મારામ રામાને નામના આરોપીઓ ની ધરપકડ કરી હતી. અને હજુ પણ પોલીસની આગામી સમયની તપાસમાં આ સટ્ટા રેકેટમાં મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.