ભરતસિંહ વાઢેર, વલસાડ : વાપીમાં (Vapi) ઈદના (Eid) દિવસે ઘરમાં એકલા રહેલા વૃદ્ધાની થયેલી હત્યાનો (Murder) ભેદ ઉકેલવા માં પોલીસને (Police) સફળતા મળી છે. વલસાડ (Valsad) એસ.ઓ.જી પોલીસ અને એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ વૃધ્ધાની હત્યા ના ગુનાનો ભેદ ઉકેલી ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં વૃદ્ધાની હત્યાનો આરોપી કોઈ અન્ય નહીં પરંતુ મૃતક વૃદ્ધાનો જ જમાઈ હોવાનું બહાર આવ્યું છે. આમ ઈદના દિવસે સાસરિયે આવેલા જમાઈની સાસુ આગતા સ્વાગતા કરી રહ્યા હતા એ વખતે જ જમાઈ એ સાસુની કરપીણ હત્યા કરી અને ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.
જોકે પરિવારના મોભી એવા 68 વર્ષીય વૃદ્ધ મહિલા અમીના ખાતું ઘરે એકલા જ હતા. એ વૃદ્ધાની ગળું દબાવી અને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાની ઘટના બની હતી સાથે જ ઘરમાંથી સામાન વેર વિખેર પડયો હતો આથી ઘરમાંથી મોટી લૂંટ પણ થઈ હતી. આમાં લૂંટ વિથ મર્ડર ની ઘટના પ્રકાશમાં આવતાં જ વલસાડ પોલીસ દોડતી થઈ હતી અને આરોપી સુધી પહોંચવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી.
પરિણામે ગણતરીના દિવસોમાં જ વલસાડ એસ.ઓ.જી પીઆઇ વી .બી. બારડ અને એલસીબી પી.આઈ જે.એન ગૌસ્વામીની ટીમની મહેનત રંગ લાવી અને વૃદ્ધાની હત્યા નિપજાવનાર આરોપીને મુંબઈમાંથી દબોચી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વૃદ્ધાની હત્યાનો આરોપી મહંમદ અનીશ ખાને મૃતક વૃદ્ધાનો જમાઈ જ નીકળ્યો છે.
સાસરી પક્ષના તમામ સભ્યો ઈદ મનાવ ભિવંડી ગયો હતો અને સાસુ એકલા જ સાસરીમાં ઘરે હોવાની આરોપી જમાઈ ને જાણ હતી. જે મોટી રકમની લૂંટના ઇરાદે જ મુંબઈથી ટ્રેન દ્વારા વાપી આવ્યો હતો. વાપી આવ્યા બાદ સાસરિયામાં ગયો હતો આથી સાસુએ જમાઈ ની આગતા સ્વાગતા કરી હતી. ઈદ હોવાથી મૃતક સાસુ ઇદના તહેવાર વખતે સાસરીમાં આવેલા જમાઈ મોહમ્મદ અનીશ ખાન ને ઈદને સેવૈયા ખવડાવી અને આગતા સ્વાગતા કરી રહ્યા હતા એ જ વખતે જમાઈ જાણે જમ બની ગયો હતો અને તીક્ષણ હથિયાર વડે સાસુ પર તૂટી પડ્યો હતો.
જમાઈ મોહંમદ ખાને સાસુ પ્રથમ ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ પણ શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા કર્યા હતા અને ઘરમાં રાખેલા 2 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂપિયા 4 લાખ 33 હજારની લૂંટ કરી જાણે કાંઈ થયું જ ન હોય તેમ સાસરીમાંથી ચૂપચાપ બિલ્લી પગે નીકળી અને મુંબઈ પહોંચી ગયો હતો અને મુંબઇ પહોંચ્યા બાદ સાસુની હત્યા કર્યા બાદ સાસરીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના બારોબાર વેચી અને પૈસા પણ ચાઉં કરી ગયો હતો.
જોકે આ કેસની તપાસ કરી રહેલી પોલીસ શરૂઆતના વૃદ્ધાની હત્યાનો આરોપી કોઈ નજીકનો જોવાનું આ શંકા ગઈ હતી આથી પોલીસે તપાસ કરતા ઘરમાં ટેબલ પર મહેમાન આવે એ વચ્ચે ઇદના તહેવાર વખતે એ મહેમાન ને જેવા કપમાં સેવૈયા ખવડાવવામાં આવે તેવો કપ ટેબલ પર પડેલ હોવાથી પોલીસને પરિવારનું કોઈ નજીકનું જ હોવાનું શંકા ગઈ હતી આથી એ દિશામાં તપાસ કરતાં પોલીસને ગણતરીના દિવસોમાં જ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે.