ભરતસિંહ વાઢેર, વલસાડ: વાપીના જાહેર રસ્તા પર એસિડ ભરીને જઈ રહેલા એક વાહનમાંથી એસિડ ભરેલી ટાંકી (Acid tank) રોડ પર નીચે પડતાં ટાંકીમાંથી એસિડ લીક થયું હતું. જેના પગલે થોડા સમય સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટેન્કમાંથી એસિડ રસ્તા પર ઢોળાતાં આસપાસના વિસ્તારમાં એસિડની દુર્ગંધ અને એસિડના ધૂમાડા ફેલાઈ ગયા હતા, જેના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.