ભરતસિંહ વાઢેર, વલસાડઃ એક દિવસ અગાઉ વલસાડ (Valsad) નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National highway) પર ગૌતસ્કરો ના ટેમ્પોનો પીછો કરતાં ગૌતસ્કરોએ હાર્દિક કંસારા (Hardik Kansara) નામના ગૌરક્ષક પર ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી અને ફરાર થઈ ગયા હતા. મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા ના ભત્રીજા હતા. આથી આરોપીઓ ને ઝડપવા પોલીસ પર દબાણ પણ હતું. આમ ગૌરક્ષા કરવા અડધી રાત્રે ઘરેથી નીકળેલા ગૌરક્ષકનું ગૌતસ્કરોએ મોત નિપજાવતા સમગ્ર ઘટનાને કારણે ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો હતો. બનાવને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગૌતસ્કરોને ઝડપવા તમામ દિશામાં તપાસ શરૂ કરી હતી. ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા વલસાડ જિલ્લાની લગભગ તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓની ટીમો બનાવી. વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર. ના વિવિધ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. અને માત્ર ચોવીસ કલાકના ટૂંકા સમયગાળામાં વલસાડ જિલ્લા પોલીસે આ મામલામાં સંડોવાયેલા 10 આરોપીઓને ઝડપી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે.
ભાજપ પ્રમુખ કંસારાના ભત્રીજા અને ગૌરક્ષક અને જીવદયાપ્રેમી હાર્દિક કંસારા ના મોત બાદ ગણતરીના કલાકમાં જ વલસાડ જિલ્લા પોલીસે ગૌતસ્કરોની ગેંગના 10 સાગરીતોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. બનાવની વિગત એવી વાત કરીએ તો.એક દિવસ અગાઉ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામમાંથી ગૌતસ્કરો એક ટેમ્પોમાં 10 ગાયો અને એક બળદ ભરી અને કતલખાને લઈ જઈ રહ્યા હોવાની. વલસાડ જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષાકોના એક સંગઠનને બાતમી મળી હતી.
આથી વાપીના ગૌરક્ષકો અને ધરમપુરના ગૌરક્ષકોની ટીમ કતલખાને લઈ જવાઈ રહેલા ગૌવંશને બચાવવા માટે ગૌતાસ્કરોના ટેમ્પોનો પીછો કર્યો હતો. તે દરમિયાન વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌરક્ષકો અને પોલીસની ચારથી વધુ ટીમોએ ગૌતસ્કર ગેંગ ટેમ્પોનો પીછો કર્યો હતો. આમ મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકોની ટીમ અને ગૌતસ્કરો ના ટેમ્પો વચ્ચે નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી પકડદાવ ના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
જોકે વલસાડના શંકર તળાવ નજીક નેશનલ હાઇવે પર આવેલા બામખાડીના પુલ ગૌરક્ષકોએ ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યો હતો. જેમાં ગૌરક્ષક હાર્દિક કંસારા ટેમ્પોને રોકવા ત્રણ ટ્રકોની આડશ મૂકી અને ઉભા રહી ગયા હતા. જો કે પૂર ઝડપે તેમ છતાં પૂરઝડપે આવી રહેલા ગૌતસ્કરોએ ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચલાવી અને મોત નીપજાવી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા.આથી ઘટના ની જાણ થતાં વલસાડ જિલ્લાના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો હતો.
ઝડપાયેલા આરોપીઓઃ અસગર ઉર્ફે માકીયા, જાવેદ શેખ, અલી મુલાદ ,જમીલ ખલીલ શેખ, ધર્મેશ ઉર્ફે ફતા આહીર, કમલેશ રામા આહીર જયેશ, આહિર અને હસન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. મોટાભાગના આરોપીઓના અગાઉ પણ ગૌતસ્કરીના અનેક ગુનાઓમાં મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાની પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે. આ રીઢા આરોપીઓના નામ મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે નોંધાયેલા છે.
આ ગૌતસ્કરની ગેંગ વલસાડના ધરમપુર અને આસપાસના વિસ્તારના તબેલા માલિકો પાસેથી માત્ર નજીવી કિંમતે ગાય અને ભેંસ જેવા પશુઓની ખરીદી કરતા હતા. ત્યારબાદ તેમને એક જગ્યાએ એકઠા કરી અને ક્રૂરતાપૂર્વક ટેમ્પોમાં ભરી અને અબોલ પશુઓને કતલખાને લઇ જતા હતા. આવી રીતે સમગ્ર જિલ્લામાં ગૌતસ્કરીનું રેકેટ ચાલી રહ્યું હતું. જોકે આ વખતે આ તસ્કરોને રોકવા જતા એક ગૌરક્ષકનું મોત થવાની ઘટનાને કારણે સમગ્ર જિલ્લાની પોલીસ એ પણ આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ કરી હતી. પરિણામે પોલીસ ને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે. અને 10 આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે.