ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ (Valsad) જિલ્લા એલસીબી (LCB) પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જોકે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી અને ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટ્રકમાંથી અંદાજે 7 લાખની કિંમતનો વિદેશી (Liquor Worth of 7 Lakhs) દારૂ અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં થ મોટા પાયે બtટલેગરો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અપનાવે છે અને રોજના વલસાડ જિલ્લા નજીક હાઈ-વે પરથી હજારો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાય છે. છતાં દારૂના ગેરકાયેદસર ધંધામાં મોટી કમાણી ને કારણે બુટલેગરો એનકેન પ્રકારે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેના પેંતરા રચતા હોય છે.
કે આજે વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પર વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમ્યાન હાઇવે પરથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને રોકવા માટે પોલીસે ટ્રકચાલકને ઈશારો કર્યો હતો. પરંતુ પરિસ્થિતિ પારખી જઈ અને પોલીસ હોવાની જાણ થતાં ટ્રક ચાલકે પુરઝડપે કોસ્ટલ હાઇવે પર ટ્રક દોડાવી મૂકી હતી. જોકે પૂરી તૈયારી સાથે બેઠેલી એલસીબી પોલીસની ટીમે ટ્રકનો પીછો કર્યો હતો.આથી થોડા સમય સુધી કોસ્ટલ હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આથી પોલીસે ટ્રક નો કબજો લઈ વલસાડ રૂરલ પોલીસ પર ટ્રકને લાવી અને તપાસ કરતા ટ્રકમાંથી અંદાજે સાત લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને પોલીસે ટ્રક ચાલક દારૂ મંગાવનાર અને દારૂ ભરાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા માટે તપાસ તેજ કરી છે.