Home » photogallery » valsad » બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

આ અપહરણ (Kidnapping) કોઈ સામાન્ય ગુનેગારોની ટોળકીએ નહીં પરંતુ સમગ્ર દેશમાં અપહરણના ગુનાખોરીની દુનિયામાં કુખ્યાત ચંદન સોનાર ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

विज्ञापन

  • 19

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા (Valsad district)ના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુ પટેલ (Builder Jitu Patel)ના અપહરણના હાઈ-પ્રોફાઈલ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત એટીએસ (Gujarat ATS)ની ટીમને સફળતા મળી છે. બંનેએ દેશના સૌથી કુખ્યાત અપહરણકારોની ચુંગાલમાંથી બિલ્ડર જીતુ પટેલને એક પણ રૂપિયો આપ્યા વગર છૂટકારો કરાવ્યો છે. આ અપહરણ (Kidnapping) કોઈ સામાન્ય ગુનેગારોની ટોળકીએ નહીં પરંતુ સમગ્ર દેશમાં અપહરણના ગુનાખોરીની દુનિયામાં કુખ્યાત ચંદન સોનાર ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અપહરણકારોએ એક પણ સબૂત ન છૂટે તે માટે માનવામાં પણ ન આવે તેવા પેંતરા પણ અજમાવ્યા હતા. હોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટને પણ ટક્કર આપે તેવા આ કેસની વિગતો જોઈએ.

    MORE
    GALLERIES

  • 29

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    વલસાડ જિલ્લાના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુ પટેલનું ગત 22મી તારીખે રાત્રે તેમના ઘર નજીકથી અપહરણ થયું હતું. બે હાઈસ્પીડ કારમાં આવેલા હથિયારબંધ અપહરણકારોએ બંદૂકના નાળચે બિલ્ડરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. જે બાદમાં વલસાડ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડરનું અપહરણ કરીને આરોપીએ ફરાર થઈ ગયા હતા તે કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ સિવાય વલસાડ પોલીસ અપહરણકારો સુધી પહોંચે તેવો એક પણ પૂરાવો હાથમાં ન હતો. બે દિવસ સુધી અપહરણકારોએ બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કર્યો ન હતો. આ ઘટનાના બે દિવસ બાદ 24 તારીખે બિલ્ડર જીતુ પટેલના જ સીમ કાર્ડનો ઉપયોગ કરીને તેમના પત્નીના મોબાઈલ પર ફોન કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 39

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ અને એટીએસની ટીમે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ધામા નાખી અપહરણકારોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી હતી. આખરે વલસાડ પોલીસને પ્રાથમિક સફળતા મળી અને મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશનથી બે શકમંદની અટકાયત કરી હતી. તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમની પાસેથી પોલીસને અપહરણકારોએ જે મોબાઈલનો ઉપયોગ કરીને બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગી રહ્યા હતા તે સીમકાર્ડ મળી આવ્યું હતું. જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

    MORE
    GALLERIES

  • 49

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    હોલિવૂડની સસ્પેન્સ થ્રિલર ફિલ્મને પણ ટક્કર આપે તેવી અપહરણની આ ઘટનામાં ગુનેગારોની ગેંગ કોઈ સામાન્ય ન હતી પરંતુ સમગ્ર દેશમાં અપહરણના ગુનાઓની દુનિયાના બેતાજ બાદશાહ એવી કુખ્યાત ચંદન સોનાર ગેંગે સંડોવાયેલી હતી. વલસાડ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમોએ અપહરણકારો સુધી પહોંચવા એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓ સુધી પહોંચવા વલસાડ પોલીસ અને એટીએસની ટીમોએ મહારાષ્ટ્રના રત્નાગીરીના જંગલ વિસ્તારમાં પહોંચી હતી અને ફિલ્મી ઢબે આરોપીઓનો સામનો કરી અપહરણકારોની ચુંગાલમાંથી બિલ્ડર જીતુ પટેલનો એક પણ રૂપિયા ચૂકવ્યા વિના છૂટકારો કરાવ્યો હતો. 

    MORE
    GALLERIES

  • 59

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    આ કેસમાં પોલીસે એક પિસ્ટલ, 2 મેગેઝીન, 8 મોબાઈલ, 2 કાર, 6 નકલી નંબર પ્લેટ સહિત અન્ય ઘાતક હથિયારો પણ જપ્ત કર્યાં છે. પોલીસે આ કેસમાં ચંદન સોનાર ગેંગના સાત સાગરીતની  ધરપકડ કરી લીધી છે.

    MORE
    GALLERIES

  • 69

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    અપહરણકર્તા ગેંગે અજમવી હતી ખાસ ટેકનિક: સતત એક અઠવાડિયા સુધી વલસાડ પોલીસ અને ગુજરાત ATS સહિત મહારાષ્ટ્ર પોલીસના હાથમાં ન આવી જવાય તે માટે ચંદર સોનાર ગેંગે અપહરણના ગુનામાં કોઇ સબૂત ન છૂટે તે માટે જે ટેક્નિક અપનાવી હતી તે સાંભળી તમે પણ ચોંકી જશો. કારણ કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ચંદન સોનાર 12 દિવસ અગાઉ અન્ય રાજ્યની પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. તેણે જેલમાં બેઠાં બેઠાં જ આ અપહરણમાં શામેલ પોતાની ગેંગના સાગરીતો સુધી દોઢ લાખની રોકડ મોકલાવી હતી. તેણે આ અપહરણના કેસમાં પોતાની ગેંગના સૌથી શાતિર સાગરીત એવા પપ્પુ ચૌધરીને લીડરશીપ સોંપી હતી.

    MORE
    GALLERIES

  • 79

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    અપહરણ કરનાર ગેંગ લીડર પપ્પુ ચૌધરી પણ એટલો શાતિર હતો કે તેણે બિલ્ડર જીતુ પટેલના પરિવાર સાથે મોબાઇલથી વાત કરવા જીતુ પટેલના જ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. રૂપિયા 30 કરોડની ખંડણી માંગવા માટે  દર વખતે 150 કિલોમીટરથી 300 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને પોલીસને ચકમો આપતો હતો. જે હાઈસ્પીડ કારોમાં બિલ્ડરનું અપહરણ કર્યું હતું તે બંને કાર પણ દિલ્હીથી ચોરી કરી હતી.

    MORE
    GALLERIES

  • 89

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    સાત સાગરીતની ધરપકડ: પોલીસે અત્યારે બિલ્ડર જીતુ પટેલનો છુટકારો કરાવી કુખ્યાત ચંદન સોનાર ગેંગના સાગરીતો પપ્પુ ચૌધરી, દીપક ઉર્ફે અરવિંદ યાદવ, અજમલ હુસૈન અન્સારી, ઐયાઝ મોમીન ઉર્ફે ટકલ્યા, ઇશાક મુંજાવર તથા જીગ્નેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ચંદન સોનાર સમગ્ર દેશમાં હાઈપ્રોફાઈલ અપહરણનું નેટવર્ક ચલાવે છે.

    MORE
    GALLERIES

  • 99

    બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    અત્યારસુધી આ ગેંગે સુરતના હનીફ હિંગોરાનું અપહરણ કર્યું હતું. સાથે જ રાયપુર છત્તીસગઢના પ્રવિણ સોમાણી અપહરણ કેસમાં પણ આ ગેંગના પપ્પુ ચૌધરી તથા અરવિંદ વોન્ટેડ આરોપી છે. પપ્પુ ચૌધરી બે વર્ષ સુધી હનીફ હિંગોરાના અપહરણના ગુનામાં લાજપોર જેલમાં પણ બંધ હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરી એક વખત તેણે ગુનાખોરીની દુનિયામાં પરત ફરીને અપહરણ સહિતના ગંભીર ગુના ચાલુ રાખ્યા હતા.

    MORE
    GALLERIES