આજે વલસાડનાં ભદેલી ગામ ખાતે હિંગળાજ માતાજીની પાલખી યાત્રા નીકળી હતી અને હજ્જારો લોકો તેમાં જોડાયા હતા. આ યાત્રામાં ડી.જેના તાલ અને ઢોલનો સંગાથ હતો.શક્તિપીઠ પૈકીના એક શક્તિપીઠ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ બલુચિસ્તાન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. જો કે એજ હિંગળાજ માતાજીનું મંદિર વલસાડ જિલ્લાના ભદેલી જગલાલા ખાતે હિંગળાજ ગામમાં આવેલું છે. અહીં અનેક માછીમારી કરતા અને દરિયે જતા માછીમાર લોકો માતાજીના દર્શન કરી જતા હોય છે.
હાલના પાકિસ્તાન અને આઝાદી પહેલાંના અખંડ ભારતના રેગિસ્તાન વિસ્તારમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતના લાશબેલા ખાતે હિંગોળ નદીની નજીક પહાડોની વચ્ચે પર્વતીય ગુફામાં હિંગળાજ માતાનું મૂળ મંદિર આવેલું છે આજથી 500 વર્ષ પહેલાંની વાત છે કે વલસાડ પાસે આવેલ ભદેલી (હિંગળાજ) ગામના સાગર ખેડુ જગા લાલા કરાચીના ટંડેલ અબુરાજા વચ્ચે સાગર ખેડુત ના નાતે ગાઢ મિત્રતા બંધાઈ હતી આ બંને મિત્રો સંપીને દેશ વિદેશમાં વહાણવટા દ્વારા વેપાર ધંધો કરતા હતા જેમાં અબુ ટંડેલ હિંગળાજ માતાનો ખાસ ઉપાસક હતોએક સમયે જગાલાલા કરાંચીના અબુરાજાના ઘરે ગયા ત્યારે આબુરાજામાં હિંગળાજ ના દર્શનાર્થે ગયો હતો.
આવીને તેણે પોતાના ભાઈબંધને માતાજીના ચમત્કાર વિશે ખૂબ વાતો કરી હતી આમ જગાલાલાને માં હિંગળાજમાં શ્રદ્ધા જાગતા બંને મિત્રો બીજા દિવસે માં હિંગળાજના દર્શન કરવા ગયા હતા અને સમય જતા જતા જગાલાલામાં હિંગળાજ સેવક બની ગયો હતો અને તેમની પ્રત્યે અખૂટ શ્રદ્ધા હંમેશા માટે ફળવા લાગીજગાલાલાને પણ ઉંમર થવા આવી હતી અને વૃદ્ધાવસ્થાના આરે પહોંચતા ઉંમરના કારણે છેલ્લી સફર માની હિંગળાજ માતાના દર્શન હવે નહીં આવી શકવાનો અફસોસ કરતા કરતા જગા લાલા રડી પડે છે અને અને પોતાના ભક્તનો સાચો પ્રેમ જોઈ હિંગળાજ માતા એના ઉપર પ્રસન્ન થાય છે
અને રાત્રી સપનામાં દર્શન આપીને કહે છે તારી શ્રદ્ધા જોઈને હું તારા ઉપર પ્રસન્ન થાવ છું ઉંમરના કારણે તું મારા દર્શને નહીં આવી શકવાની વ્યવસ્થા નિવારણ માટે હું તારા ગામ તારી સાથે આવવા તૈયાર છું તું મને તારી સાથે તારા ગામ લઈ જા ત્યાં મારું સ્થાપન કરજે અને પૂજા કરજે અને આને ખાતરી કરવા ખાતરી માટે સવારે મંદિર આવ ત્યાં નિશાની રૂપે ત્યાં ને માટે ત્રિશુલ ચુંદડી ચોખા અને કંકુ આટલી વસ્તુ મંદિરમાં બાંધેલ મારી બાજુમાં પડે છે તે તું લઈ જજે બીજા દિવસે સવારે ઉઠી જગા લાલા પોતાના મિત્ર આબુ ના ત્યાં જાય છે અને સ્વપ્નની વાત કરે છે બંને મિત્રો ખાતરી કરવા માતાના દર્શને જાય છે અને જોયું તો ઘીનો દીવો બળે છે અને સ્વપ્નમાં જોયા મુજબની બધી જ નિશાનો બાજુમાં પડેલ હતી જે બાદ જગા લાલા પોતાના વતન પરત ફરે છે
અને વતન આવે ફરી હિંગળાજ માં સપનામાં આવી નિશાની આપીને કહે છે કે ગામથી આગળ દરિયા કિનારાના બાજુમાં રાયણનું ઝાડ છે ત્યાં મારી સ્થાપના કર જે. ત્યાર બાદ જગા લાલા એ ગામના લોકોને સાથે રાખી હિંગળાજ માં એ બતાવેલી જગ્યા ઉપર હિંગળાજમાંનું સ્થાપન કર્યું હતુંટંડેલ સમાજ દ્વારા દર વર્ષે હિંગળાજ માતાજીના મંદિરે 7 દિવસ અખંડ ભજન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે બાદ છેલ્લા દિવસે માતાજીની પાલખી ગામના દરેક ઘરે ઘરે ફરે છે સ્થાનિક લોકોની માન્યતા છે કે માતાજી તેમના ઘરે દરેક પરિવાર ની ખબર અંતર પૂછવા કે પરિવાર કેવી રીતે જીવન નિર્વાહ કરે છે અંગે ખબર કાઢવા માટે ઘરે ઘરે આવે છે ત્યારે માતાજી ઘરે આવતા હોય દરેક ઘરે તેમના સ્વાગત માટે ખૂબ તૈયારી કરવામાં આવે છે આજે પણ માતાજીની પાલખી ખૂબ ભવ્યતા સાથે નીકળી હતી અને આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વર્ષોથી હિંગળાજ ગામે પરંપરાગત સપ્તાહ અને પાલખી યાત્રા નીકળે છે સ્થાનિક લોકોમાં તે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે