ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં આજે બે ગઠિયાઓ કળા કરી અને એક વૃદ્ધ દંપતી ને ભોળવી ને 5 તોલાની સોનાની બંગડી ની છેતરપીંડી કરી ફરાર થઈ ગયા હતા. ઘર માં ઘુસી છેતરપિંડી કરી ઘરની બહાર નીકળતા ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયા છે .આથી વલસાડ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગઠિયાઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે
બનાવની વિગત પ્રમાણે વલસાડના રામજી રામદેવજી ટેકરા વિસ્તારમાં આવેલા સરસ્વતી માધવ બિલ્ડિંગમાં નિવૃત્ત રેલવે કર્મચારી એવા વત્સલા બેન જસવંત ભાઈ સેઠ અને તેમના પતિ જશવંતભાઈ ઘરે જ હતા.એ વખતે જ એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં આવ્યો અનેએ વખતે જ એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં આવ્યો અને ઘરમાં પ્રવેશ કરી પ્રથમ તો પાણી માગ્યું હતું .અને ત્યારબાદ વૃદ્ધાએ પહેરેલી બંગડી બતાવી અને કહ્યું હતું કે તેમણે નવી દુકાન શરૂ કરી છે.આથી સોનાના દાગીના ને 500 રૂપિયાની નોટ નો સ્પર્શ કરાવી અને દુકાનનું મુહૂર્ત કરવાનું છે. આવું અજુગતું બહાનું બતાવી અને વૃદ્ધાને ભોળવી હતી. આથી વૃદ્ધાએ બંગડીઓ કાઢી આપી હતી અને ગણતરીની મિનિટમાંજ ગઠિયો કળા કરી સોનાની બંગડીઓ લઈ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વૃદ્ધ દંપતીને છેતરપિંડી કરી બાઇક પર ફરાર થતા ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે..સીસી ટીવી માં દેખાતા દૃશ્ય મુજબ એક બાઈક પર બે ગઠિયા આવે છે.વૃદ્ધ દંપતીના ઘરના થોડા દૂર એક ગઠિયો બાઇક પરથી નીચે ઉતરી અને ચાલતા દંપતીના ઘરમાં ઘૂસે છે. અને તેનો અન્ય સાથી મિત્ર ઘરની બહાર બાઇક ચાલુ રાખીએ ને ઉભો રહે છે.