Home » photogallery » valsad » Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

વલસાડનાં ડો. ડી.સી. પટેલે સર્પદંશનો ભોગ બનેલો લોકોના જીવ બચાવવાનું જાણે કે અભિયાન છેડ્યું છે. અત્યાર સુંધીમાં તેમણે 5000થી લોકોને સારવાર આપી તેમના જીવ બચાવ્યા છે.

विज्ञापन

  • 16

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    Akshay Kadam, Valsad: સમગ્ર દેશમાં દર વર્ષે દશ લાખથી વધુ લોકો સાપ કરડવાનીથી મરી જાય છે ત્યારે વલસાડનાં ડો. ડી.સી. પટેલે સર્પદંશનો ભોગ બનેલો લોકોના જીવ બચાવવાનું જાણે કે અભિયાન છેડ્યું છે.અત્યાર સુંધીમાં તેમણે 5000થી લોકોને સારવાર આપી તેમના જીવ બચાવ્યા છે. ડો. ડી.સી.પટેલ (Dr. D.C Patel) પોતે આદિવાસી (Tribal)સમાજમાંથી આવે છે અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)સર્પદંશનો ભોગ બનેલા લોકોના જીવ બચાવવા માટે તેઓ જાણીતા છે અને તેમની આ સેવાની અનેક સંસ્થાઓ અને સરકારે નોંધ લીધી છે.

    MORE
    GALLERIES

  • 26

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    ડી.સી.પટેલ (Dr. D.C Patel) સર્પદંશનાં (Snake bites) કેસોમાં ઝીરો ડેથ રેટના (Zero death rate)સંકલ્પ પરિપૂર્ણ કરવા તેઓ સર્પદંશ ઉજાગર અભિયાન ચલાવે છે. તેઓ તબીબોને તાલીમ આપે છે અને સ્નેક રેસ્ક્યુઅર (Snake rescuers) પણ તાલીમ આપે છે.તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્રના 150થી વધુ તબીબો ને સર્પદંશની સારવાર માટેના પ્રશિક્ષણ પણ આપીને આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    વલસાડ જીલ્લામાં ચોમાસા દરમ્યાન વધી જતા સર્પદંશના કિસ્સાઓમાં અનેક લોકો ભોગ બને છે તો કેટલાક સર્પપ્રેમીઓને પણ ખ્યાલ નથી હોતો કે કેટલાક સાપો ઝેરી છે અને કેટલાક સાપો બિન ઝેરી. વળી, આ સાપો દંશ દે ત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવી તેની વિસ્તૃત માહિતી ધરમપુર સાંઈનાથ હોસ્પિટલના તબીબ સર્પદંશ જાગૃતતા સેમીનાર નું આયોજન કરે છે.

    MORE
    GALLERIES

  • 46

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    ધરમપુર ખાતે આવેલી સાંઈનાથ હોસ્પિટલ જે સર્પદંશની સારવાર આપવા માટે જાણીતી છે. ડો. ડી.સી. પટેલ દ્વારા સર્પદંશ અંગે જાગૃતતા લાવવા વિશેષ જાગૃતા સેમીનારનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ એનિમલ સેવિંગ ગ્રુપ, નવસારી, ડાંગ, આહવા,વલસાડ,વાપી,સેલવાસ સહીતના લોકો હાજરી આપે છે

    MORE
    GALLERIES

  • 56

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    ડોકટર ડી.સી. પટેલે ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીત જણાવ્યું કે, સાપ બે પ્રકારના હોય છે ન્યુરોટોક્સીન અને હિમોટોક્સીન. ન્યુરોટોક્સીન સાપની કેટેગરીમાં કોબ્રા અને ક્રેટ સામેલ છે જેના દંશ દેવાથી ભોગ બનેલ વ્યક્તિ વોમિટીંગ તેમજ ધીરે ધીરે આંખની પાપણ બંધ થવી જેવા લક્ષણો જોવા મળે છે આ પ્રકારનું ઝેર સીધું જ્ઞાનતંતુ ને અસર કરે છે જયારે હિમોટોક્સીન પ્રકારનું ઝેર ધરાવતા સાપમાં રસેલ્સ વાઈપર અને સો-સ્કેલ્સ વાઈપર હોય છે.

    MORE
    GALLERIES

  • 66

    Valsad: ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    જેના દંશથી ભોગ બનેલ વ્યક્તિ શરીરના એક ભાગથી લકવાગ્રસ્ત બને છે અથવા લોહી પરીભ્રમણ ઉપર અસર કરે છે જેથી વ્યક્તિ મોતના મુખમાં જતા રહે છે.શ્વાસની તકલીફ ઉભી થાય છે ગાળાના ભાગે શ્વાસ લેવા સક્ષમ ના રેહતા તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો પડે છે જેથી સર્પદંશ બાદ એન્ટીવિનમ ઇન્જેક્શન કેવા પ્રકારનું આપવું એ પણ દર્દીના લક્ષણોને આધારે નક્કી કરવનું રહે છે

    MORE
    GALLERIES