Home » photogallery » valsad » Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

 તમને કોઈ કહે કે ચોમાસામાં (Monsoon) આંબા (Mango)પર કેરીની લૂમ જોવા મળે તો તમને શું થાય? સહેજે મોઢા ઉપર અચરજના ભાવ પેદા થાય એ સ્વભાવિક છે. આપણને બધાને ખ્યાલ છે કે, ઉનાળો (Summer)આવે એટલે માર્કેટમાં કેરીઓ આવે પણ વલસાડનાં એક ખેડૂતે તો ચોમાસામાં પાકે એવી કેરીની જાત વિકસાવી છે. 

  • 17

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    Akshay kadam, Valsad: તમને કોઈ કહે કે ચોમાસામાં (Monsoon) આંબા (Mango)પર કેરીની લૂમ જોવા મળે તો તમને શું થાય? સહેજે મોઢા ઉપર અચરજના ભાવ પેદા થાય એ સ્વભાવિક છે. આપણને બધાને ખ્યાલ છે કે, ઉનાળો (Summer)આવે એટલે માર્કેટમાં કેરીઓ આવે પણ વલસાડનાં એક ખેડૂતે તો ચોમાસામાં પાકે એવી કેરીની જાત વિકસાવી છે.

    MORE
    GALLERIES

  • 27

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    વલસાડ તાલુકાના ફણસવાડામાં (Fanasvada)હાલ ચોમાસામાં આંબે કેરીઓ આવેલી છે. આ કેરી એ વિશેષ પ્રકારની જાત છે જે ચોમાસામાં પાકે છે અને ચોમાસામાં જ ખાવાની હોય છે. આ ખેડૂતની આંબાવાડીમાં 7 જેટલી કલમ ઉપર મોટા પ્રમાણમાં કેરીઓ આવી છે. અને આ કેરીને જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યાં છે.આમ તો વલસાડ જિલ્લો હાફૂસ (Hafoos)અને કેસર (Kesar) કેરીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો જિલ્લો છે. કેરીની સીઝન મે મહિનામાં આવતી હોય છે. ઉનાળા દરમિયાન ચોમાસાની શરૂઆત પહેલા કેરીની સીઝન ચાલતી હોય છે. ચોમાસુ આવે એટલે કેરી દેખાતી બંધ થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 37

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    મે મહિનામાં મોટા પ્રમાણમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેસર, હાફુસ, રાજાપુરી સહિતની કેરીનું ઉત્પાદન થાય છે. આ કેરીઓ માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના બજારમાં જાય છે. સીઝનમાં કેરીનું ઉત્પાદન થાય એ આશ્ચર્ય નથી પરંતુ આંબા ઉપર કમોસમી કેરી આવે તો સ્વભાવિક પણે આશ્ચર્ય ભાવ પેદા થાય છે અને આ કેરીને જોઈને લોકો અચંબિત થઈ ગયેલા જોવા મળે છે.વલસાડ તાલુકાના ફણસવાડા ગામે રહેતા ખેડૂત મનમોહનભાઈ પટેલ (Mohanbhai Patel)પાસે આંબાવાડી છે.

    MORE
    GALLERIES

  • 47

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    આંબાવાડીમાં દરેક પ્રકારના કેરીના આંબા આવેલા છે. બારમાસી આંબો પણ છે, જેના ઉપર કેરી આવેલી છે એ અચરજની વાત નથી. પરંતુ તેમના ખેતરમાં મંગલા, ભગીરથી, માધુરી, કાલિન્દી,શ્રાવણીમોર અને રૉયલ સ્પેશિયલની કલમ છે અને તેના ઉપર મોટા પ્રમાણમાં કેરી આવી છે. ચોમાસાની અંદર કેરી આવે એટલે આશ્ચર્ય થાય એ સ્વભાવિક છે. હાલમાં કેરીનું ફળ પણ મોટું થઈ ગયું છે અને કેરીની કલમ ઉપર કમોસમી કેરી આવી હોવાથી ગામના ખેડૂતો પણ આ કેરી જોવા ખેતરે આવી રહ્યાં છે.શ્રાવણીમોર તથા રોયલ સ્પેશિયલની કલમ ઉપર કેરીનો મોર (ફ્લાવરિંગ) થઈ રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 57

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    મનમોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત સીઝન દરમિયાન કેરીનો પાક પૂર્ણ થયા પછી કૃષિ યુનિવર્સિટી તથા આમતેમ ફરવા જતા હોઈએ છીએ ત્યારે કોઈ જગ્યાએ કેરીની કલમ ગમી જાય તો તેના ઉપર ઓબ્ઝર્વેશન કરી એને લઇ આવીએ છીએ અને ઘરે આવીને અમારા આંબા ઉપર એની ખૂટી મારીએ છીએ અને કેરીની નવી જાત બનાવીએ છીએ

    MORE
    GALLERIES

  • 67

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    મંગલા,ભાગીરથી, માધુરી, કાલિન્દી, શ્રાવણીમોર અને રોયલ સ્પેશિયલ કેરીની કલમો મારા પિતા તથા મેં જાતે બનાવી છેહાલમાં ચોમાસા દરમિયાન થતી કેરીનો પાક અડધા વીઘા જેટલી જમીનમાં લઈએ છીએ અને આ કેરી ખાવામાં પણ બહુ મીઠી હોય છે.

    MORE
    GALLERIES

  • 77

    Valsad: વલસાડના આ ખેડૂતે વિકસાવી વિશેષ કેરીની જાત જે ચોમાસામાં પાકે

    તદુપરાંત આ કેરીનું અથાણું પણ આખા વર્ષનું બનાવી શકાય છે. હાલમાં કેરીનું ફળ મોટા કદનું થયું છે, જેને જોવા માટે આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.

    MORE
    GALLERIES