ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ નજીક (valsad news) અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-National highway) પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના (Cigarettes theft) જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાતા વલસાડ પોલીસ (Valsad police) દોડતી થઇ ગઇ હતી. વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં (dungari police station) મહારાષ્ટ્રના ભિવંડીના (Maharashtra) એક ટ્રાન્સપોર્ટરે તેના ટેમ્પોના ચાલક અને ક્લિનરએ અજાણ્યા શખ્સો સાથે મળી ટેમ્પોમાં ભરેલા 1 કરોડ 27 લાખથી વધુની કિંમતના સિગરેટના બોક્સની બારોબાર ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી છે.
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સોનવાડા નજીક એક તેન્મપો માં થી કરોડો રૂપિયાની કિંમતની મોંઘીદાટ સિગરેટ ની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થતાં જ ડુંગરી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે આ મામલે ટેમ્પો માલિક અને ટ્રાન્સપોર્ટર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચે એ પહેલા જ ટેમ્પોના ચાલક અને ક્લીનર જાતે જ પોલીસ સ્ટેશન જઈ અને તેમને બંધક બનાવી અજાણ્યા શખ્શો ટેમ્પોમાંથી 1.27 કરોડની કિંમતની સિગારેટની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસ સમક્ષ વાત કરી ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે ટેમ્પો ના માલિક અને ટ્રાન્સપોર્ટર ને જાણ કરતાં તે પણ ડુંગરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાના જ ટેમ્પોના ચાલક અને ક્લિનર વિરુદ્ધ કરોડોની કિંમતની સિગારેટની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવી હતી.
મુંબઈના મસ્જિદ બંદર રોડ પર આવેલા ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સી માંથી એક ટેમ્પો 1 કરોડ 64 લાખ અને 24 હજાર રૂપિયાની કિંમતના સિગરેટ ભરેલી ભરેલા 351 બોક્ષ લઇ એક ટેમ્પો અમદાવાદના અસલાલી તરફ જવા નીકળ્યો હતો. ટેમ્પોના ચાલક રાજકુમાર સિંગ કુરમી પટેલ અને ક્લીનર દિનેશ સિંઘ કુરમી પટેલ મુંબઈના ભિવંડીમાં ટ્રાન્સપોર્ટ એજન્સી ચલાવતા કિરણ કિશન નાનું કાટેકર ના ત્યાં ટેન્મપો ચલાવવાનું કામ કરતા હતા.અને એ ટેમ્પો મુંબઈના મસ્જિદ બંદર રોડ પર આવેલી ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સી માં ભાડા પર સોંપાયો હતો.
જોકે મુંબઈની રબાલે midc gpi નામની એક કંપની માંથી 1 કરોડ 64 લાખથી વધુની કિંમતની કિંમતી સિગરેટ ભરેલા 351 બોક્સ લઇ અને અમદાવાદના અસલાલી સુધી પહોંચાડવા માટે નો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આથી ટેમ્પો ચાલક રાજકુમાર સિંગ અને ક્લીનર દિનેશ સિંગ કરોડો રૂપિયાની કિંમતની કિંમતી સિગારેટનો જથ્થો ભરી અને મુંબઈના મસ્જિદ રોડ બંદર થી અમદાવાદના અસલાલી જવા નીકળ્યા હતા. જોકે ત્યાર બાદ મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતાજ ટ્રાન્સપોર્ટ એ ચાલક અને ક્લીનર નો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સપર્ક થઈ શક્યો ન હતો.
પરંતુ વલસાડ જિલ્લાના સોનવાડા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે કારમાં આવેલા અજાણ્યા શખસોએ ટેમ્પો રોકાવી ડ્રાઇવર અને ક્લિનરનોનું અપહરણ કરીને તેમને બંદી બનાવી ટેમ્પોમાંથી 273 બોક્સમાં ભરેલી 1 કરોડ અને 27 લાખની કિંમતની સિગારેટની ચોરી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. બે કારમાં આવેલા અજાણ્યા શખસોએ ડ્રાઈવરને ક્લીનરના હાથ-પગ બાંધી અને તેમને શેરડીના ખેતરમાં મૂકી દીધા હોવાની વાત સાથે ટેમ્પોના ચાલક અને ક્લિનર વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.અને તે અપહરણ કરી અને અજાણ્યા શખ્શો ટેમ્પોમાં ભરેલી કરોડોની કિંમતની સિગારેટની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાના વાત જણાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી.
જોકે ડુંગરી પોલીસે ટેમ્પોના માલિક કિરણ કિશન નય્યાનું પાટેકર ને ફોન કરતાં ટેમ્પો માલિક અને ટ્રાન્સપોર્ટ ડુંગરી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ હકીકત જાણી અને તેઓએ અગાઉ થી જ ફરિયાદ કરવા પહોંચેલા પોતાના ટેમ્પોના ચાલક અને ક્લિનરને આરોપીઓ દર્શાવી તેમના વિરુદ્ધ જ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પોતાના ટેમ્પોમાંથી ચાલક અને ક્લીનર એ જતેમના અન્ય સાગરિતો સાથે મળી રૂપિયા 1.27 કરોડની કિંમતની સિગારેટની ચોરી કરી હોવાના આક્ષેપ લગાવી અને ટેમ્પોના ચાલક અને ક્લિનરને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ટેમ્પો માલિક અને ટ્રાન્સપોર્ટર કિરણ કિશન કાટેકરના મતે તેઓએ પોતાના ટેમ્પોમાં જીપીએસ સિસ્ટમ લગાવી હતી.
આથી ટેમ્પોની હર એક મિનિટની હરકતની જાણ તેઓને સીધા તેમના મોબાઈલ પર થતી હતી.. આથી જે કહાની ટેમ્પોના ચાલક અને ક્લિનરને જણાવી રહ્યા છે તે જગ્યાઓ અને તેવી પરિસ્થિતિ વિપરીત ટેમ્પો નું જીપીએસ લોકેશન બતાવી રહ્યું હતું. આથી ટેમ્પોના ચાલક અને ક્લીનર જૂઠું બોલી રહ્યા હોવાનું કહી. ટેમ્પો માલિક અને ટ્રાન્સપોર્ટર એ પોતાના જ ટેમ્પોના ચાલક રાજકુમાર સિંગ કુરમી પટેલ અને કલીનર દિનેશ સિંગ વિરુદ્ધ ટેમ્પોમાં ભરેલા 273 બોક્સ માં ભરેલી એક કરોડ અને 27 લાખની કિંમતના સિગરેટના જથ્થાની તેમના જ કોઈ સાગરીતો સાથે મળીને ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે તેના જ ટેમ્પોના ચાલક અને ક્લિનરને વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. આમ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાની કિંમતની મોંઘીદાટ સિગરેટ ભરી મુંબઈથી અમદાવાદના અસલાલી તરફ જઈ રહેલા ટેમ્પોમાંથી એક કરોડ 27 લાખની કિંમતના સિગારેટની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થતા જ વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે.. અને ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ડુંગળી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.