ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડની (Valsad news) એક જાણીતી હોસ્પિટલના કેશ કાઉન્ટરમા ચોરીની (Theft at the hospital's cash counter) ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વલસાડની જાણિતી અમિત હોસ્પિટલના (Amit hospital) કેસ કાઉન્ટર માં થયેલી ચોરીનો live cctv વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થઈ રહ્યો છે.આમ હોસ્પિટલમાંથી થયેલી ચોરીની જાણ કરતા પોલીસે પણ સીસીટીવી ફૂટેજના (CCTV footage) આધારે ચોર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
આથી પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં દેખાતા દૃશ્ય મુજબ હોસ્પિટલના કેશ કાઉન્ટર આજુબાજુ એક યુવક દેખાઈ રહ્યો છે. કેશ કાઉન્ટર પર હોસ્પિટલ નો કોઈ સ્ટાફ હાજર નહીં હોવાથી મોકો જોઈએ તેને કેસ કાઉન્ટરમાં હાથ સાફ કરી અને કેશ કાઉન્ટરમાં રાખેલી રૂપિયા 10 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી બિલ્લી પગે ગણતરીની મિનિટમાં જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.