જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈનારિયેળની લારીઓ પરથીનારિયેળની ખરીદી કરી એકબીજા સાથેનારિયેળને અથડાવીનારિયેળફોડે છે જેમાં જેનુંનારિયેળ ફૂટી જાય તેણે પોતાનુંનારિયેળસામેવાળાને આપી દેવાનું હોય છે.આ વખતે પણ ધરમપુરના સમડી ચોક ખાતે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આનારિયેળટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી.
ટપ્પા દાવ ની રમત દિવસા ના દિવસે રમાતી હોયછે જે રમત રમવા અંતરિયાળ વિસ્તારના લોકો દૂર દૂર થી આવે છે. રાજા રજવાડાંના સમયથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ યથાવત છે.ટપ્પા દાવ રમતમાં નારિયેળ અથડાવી નારિયેળ ફોડે છે જેમાં જેનું નારિયેળ ફૂટે એને સામે વાળા આપી દેવાનું હોઈ છે જે બાદ જીતનાર પાસે ભેગાં થયેલા નારિયેળની લોકો ખરીદી કરતા હોય છે