Home » photogallery » valsad » Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરૂમાળ જેવા નાનકડા ગામના વતની અને વલસાડ રક્તદાન કેન્દ્રમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભાવેશભાઈ કનૈયાલાલ રાયચા કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન.

 • 16

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  Akshay kadam, valsad: વલસાડમાં રહેતા અને પોતેરક્તદાન કેન્દ્રમાં કાર્યરતઆસિસ્ટન્ટ ડાયરેક્ટ ભાવેશ ભાઈરાયચા જેઓ બ્લડમેન તરીકે પણ ઓડખાય છે.ભાવેશભાઈ રાયચાએ અત્યાર સુધી 120 વખત રક્તાદાન કરી રેકોર્ડ પર નોંધાવ્યો છે.પોતે તેઓ બ્લડ બેન્કમાં કરી આટલા મોટા પ્રમાણમાં બ્લડ ડોનેડ કર્યું છે જે ખુબજ સરાહનિય બાબત છે.

  MORE
  GALLERIES

 • 26

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનકડા ગામ બરૂમાળના વતની અને વલસાડ રક્તદાન કેન્દ્રમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભાવેશભાઈ કનૈયાલાલ રાયચાએ 1998માં25 વર્ષનું ઉંમરે પહેલી વખત રક્તદાન કર્યું હતું અને આજે કુલ 120 વખત રક્તદાન કરી માનવતાની મિશાલ બન્યા છે. વલસાડ જિલ્લાના રક્તદાતાઓને મોટીવેટ કરતાં સૌથી વધુ વખત રક્તદાનનો રેકોર્ડ પણ તેમનાં નામે થઈગયો છે.

  MORE
  GALLERIES

 • 36

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  ભાવશે ભાઈ કહે છે કે તેઓ એવા લોકો માટે પ્રેરણા આપવા પ્રયત્ન કરે છે જે લોકો રક્તદાન તો કરવા ઈચ્છે છે પરંતું ઘણાબધા પ્રશ્નોથી મૂંઝાતા હોયછે જેને લીધે છુપો ડર મનની અંદર પેદા થાય છે. આ ડરને કારણે તેઓ રક્તદાન કરતાં ખચકાય છે. લોકોના મનમાંથી ડર ભગાવવા વલસાડ રક્તદાન કેન્દ્રનાં આસિસ્ટન્ટ ડાઈરેકટર ભાવેશ રાઈચાએ એક બે નહિ પરંતુ 120 વખત રક્તદાન કરી \"બ્લડમેન\" બની ગયાં છે.

  MORE
  GALLERIES

 • 46

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  ભાવેશભાઈ રાયચા છેલ્લા 22 વર્ષથી રક્તદાન કેન્દ્રમાં કાર્યરત છે અને હાલમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ શરૂઆતથી જ રક્તદાન કરવા અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપતા આવ્યા છે. બ્લડ બેન્કમાં જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે લોહીની ઇમરજન્સી વખતે દર્દીના સગાઓએ કઈ તકલીફનો સામનો કરવો પડે છે એ જોઈને રક્તદાન કરવાનો વિચાર્યા બાદ રક્તદાન કરવાનું ચાલુ કર્યું હતું.ભાવેશભાઈ રાયચાએ ફૂલ 70 વખત પ્લેટલેટ ડોનેશન, 50 વખત હોલ બ્લડ ડોનેશનઅને કોરોના ના કપરા સમયમાં 5 વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે.

  MORE
  GALLERIES

 • 56

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  ભાવેશભાઈ રાયચાના પરિવારની વાત કરીએ તો ભાવેશભાઈના પત્ની તેજલબેનએપણ 5 વખત રક્તદાન કર્યું છે અને એમનો પુત્ર આયુષે અત્યાર સુધી 10 વખત રક્તદાનકરી ચુક્યોછે.ગુજરાત સરકાર દ્વારા બે વખત ભાવેશભાઈને સન્માનિત પણ કર્યા છેઆ ઉપરાંત કોરોના કાળમાં પોતે કોરોનામાં સપડાયા બાદ સ્વસ્થ થઈ કોરોનાના ગંભીર દર્દી ઓની સારવારમાં ઉપયોગી આવે એવુ કોન્વોલેસ્ટ પ્લાઝમા પણ 5 વખત દાન કરી ચૂક્યા છે.તઓ સહિત પરિવારના સભ્યોએ કુલ મળી 250 થી વધુ વખત રક્તદાન કરી ચુક્યા છે.

  MORE
  GALLERIES

 • 66

  Valsad: ભાવેશ રાયચા છે વલસાડના " બ્લડ મેન " કરી ચૂક્યા છે 120 વખત રક્તદાન!

  ભાવેશભાઈ સાથેની ખાસ વાતચીતમાં ભાવેશભાઈ જણાવ્યું હતું કે રક્તદાનની પ્રવૃત્તિમાં પહેલા રક્તદાતાઓ ઓછા મળતા હતા પણ જેમ જેમ જાગૃતિ આવી છે તેમ તેમ લોકો રક્તદાન કરવા આગળ પણ આવી રહ્યા પણ સમાજની મહિવાઓ પણ આ સેવાકીય કાર્યમાં આગળ આવે અને રક્તદાન કરે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી.વલસાડ રક્તદાન કેન્દ્રમાં લોહીના યુનિટ ની વાત કરીતા તેઓએ જણાવ્યું હતું કેદર મહિને 1,500 યુનિટ ની જરૂર છે અને વર્ષમાં 18,000 યુનિટની જરૂર છે, જિલ્લાની 5 બ્લડ બેન્ક માં 35,000 યુનિટ ની જરૂર છે જેમાં 7,000 થી 8000 યુનિટ ની ઘટ પડે છે.

  MORE
  GALLERIES