ભરતસિંહ વાઢેર, વલસાડ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો (Gujarat Liquor Ban) કડક અમલ થતો હોવાના સરકાર દ્વારા દાવા થઈ રહ્યા છે. જો કે તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજ લાખો રૂપિયાનો દારૂ (Liquor) ઝડપાય છે. કોરોનાના કપરા (Coronavirus Times) કાળમાં પણ બૂટલેગરો (Bootlegger) બેફામ બન્યા છે. ત્યારે રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ (Valsad) ની લોકલ ક્રાઇમ (LCB) બ્રાન્ચ દ્વારા 2 નવીનક્કોર મોઘીદાટ લકઝૂરીયસ કારમાંથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે. સુરતના હજીરાના એક દંપતી સહીત કુલ 4 બૂટલેગરોની ધરપકડ કરાઈ છે.
આ કારચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા. કારમાં થી અંદાજે 2.41લાખના કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વલસાડ પોલીસે આ બંને ગુન્હામાં 22.41 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી પડ્યો છે. તેમજ કારચાલક આરોપી સુનિલ પટેલ ,માયા પટેલ તેમજ ધવલ પટેલ અને મહેશ પટેલની દારૂની હેરાફેરી ના ગુનામાં ધરપકડ કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાના કારણે દમણ અને વલસાડની બોર્ડર પર સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે ,ત્યારે રાજ્યમાં વિદેશી દારૂના મોં માગ્યા દામ મળી રહે છે. જેથી બૂટલેગરો પોલીસને ચકમો આપવા કઈ પણ હદે જઈ રહયા છે. આ વખતે પણ બૂટલેગરો એ વલસાડ પોલીસની આંખ માં ધૂળ નાખવા દારૂની તસ્કરી માટે લાખો રૂપિયા ની નવીનક્કોર એમજી હેક્ટર કાર નો ઉપયોગ કર્યો હતો અને કારમાં ચોર ખાના પણ બનાવ્યા હતા.
તો જે કાર માં થી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે.વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બૂટલેગરો રોજ અવનવી તરકીબો અપનાવી રહયા છે. ત્યારે આરોપી સુનિલ પટેલ તો પોતાની પત્ની સાથે પહેલાં દમણના દરિયા કિનારે પીકનીક માણી અને બાદ માં મોંઘી કારમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરવા જતા હવે ભરાઈ ગયો છે