બનાવની વિગત એવી છે કે વલસાડના સહિદ ચોક વિસ્તારમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને વલસાડની વલસારા ટ્રાવેલ્સ નામની એક ખાનગી લક્ઝરી બસ ચલાવતા ગુલામ મોહમ્મદ શેખ નામના બસ ચાલક વલસાડ નજીક આવેલા કોસંબા ગામમાં લક્ઝરી બસ લઈને જાનમાં ગયા હતા. જાનને કોસંબામાં મૂક્યા બાદ તેઓ પરત અન્ય પેસેન્જરોને છોડવા માટે વલસાડ આવ્યા હતા.