ભરતસિંહ વાઢેર, વાપીઃ વાપી (vapi) ડુંગર પોલીસે (police) સરકારી એસટી બસમાંથી દારૂની (liqour in st bus) હેરાફેરી કરતા એસ ટી બસના ડ્રાઇવર (st bus driver) અને મહિલા કંડકટરને (Female conductor) ઝડપી પાડયા છે. આમ હવે સરકારી એસટી બસના ડ્રાઇવર અને કંડકટર મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી (liqour smuggling) માટે એસટી બસનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જેને રોકી બસમાં તપાસ કરતાં બસના luggage box અને ડ્રાઇવર અને કંડકટરની બેગોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે પુરુષ ડ્રાઇવરની સાથે એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મહિલા કંડકટરની પણ દારૂની હેરાફેરી સંડોવણી હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં દારૂની છૂટ છે. આથી આ બંને સંઘ પ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા પ્રયાસો કરે છે. જો કે દારૂની હેરાફેરીમાં મોટી કમાણીને કારણે કેટલાક સરકારી કર્મચારીઓ અને ખુદ પોલીસ કર્મીઓ પણ અગાઉ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂકયા છે.
ત્યારે હવે સરકારી એસટી બસના ડ્રાઇવર અને મહિલા કંડકટર પણ દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.. જોકે પોલીસે સેલવાસ અંકલેશ્વર સરકારી એસટી બસના અંકલેશ્વર એસટી ડેપોમાં ફરજ બજાવતા બસના ડ્રાઇવર શંકરભાઈ મોરાભાઈ ગોધા અને બસના મહિલા કંડકટર ઉષાબેન રાજેશભાઈ બારીયાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાથે જ પોલીસે ડ્રાઇવર અને કંડકટરને દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા આરોપીને પણ વોન્ટેડ જાહેર કર્યો છે . આથી ડુંગરા પોલીસે હવે આરોપી ડ્રાઈવર અને કંડક્ટર કેટલા ટાઈમ થી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા?? અને દારૂનો જથ્થો કોણ ભરાવે છે.?? અને કોને પહોંચાડવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.