Akshay kadam, Valsad: વલસાડ જિલ્લામાં આવેલા અનેક ધોધ વરસા ઋતુમાં સક્રિય થઈ જાય છે.જિલ્લામાં મેધ રાજા મનમુકીને વરસી રહ્યા છે જેના કારણે વલસાડની વનરાજી લીલી છમ થઈ ગઈ છે.જિલ્લામાં ચોમાસું જ્યારે પીક પર હોય છે ત્યારે અહી આવેલા અનેક ધોધ વહેવા લાગે છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે.ધરમપુર તાલુકામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે.છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડવાના કારણે શંકર ધોધ શક્રિય થયો છે.
વલસાડ જિલ્લામાં મેઘ મહેર થતા શંકર ધોધ સક્રિય થતા પર્યટકોનો ધસારો વધ્યો છે સાથે સાથે આસપાના વિસ્તારના લોકો પણ શંકર ધોધને નિહાળવા ઉમટી રહ્યા છે.અને શંકરધોધના આહલાદક દ્રશ્યને સંભારણા માટે સેલ્ફી તથા ફોટા પાડી આનંદિત થાય છે.વિખ્યાત શંકરધોધની મુલાકાતે વલસાડ, ચીખલી, નવસારી, સુરત સહિત ગુજરાતભરમાંથી સેહલાણીઓ વરસતા વરસાદમાં આવી આનંદ માણે છે.અહી આવતા સહેલાણીઓને ધુમ્મસભર્યુ વાતાવરણ મનમોહી તે તેવું હોય છે.જેનો આનંદ પણ લોકો માણે છે.સાથે સાથે અહી આવેલા પર્યટકો જિલ્લામાં આવેલા અન્ય સ્થેળોની પણ મુલાકાત લે છે.
જિલ્લાના ધરમપુર તાલુકામાં મેઘમહેરને લઈ અનેક ધોધ સક્રિય થયા છે. છેલ્લા બે દિવસથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે ધરમપુરથી આશરે 29 કિમીના અંતરે આવેલા વાઘવળ ગામના શંકર ધોધ સક્રિય થયો છે. શંકરધોધને માણવા દૂરદૂરથી સેહલાણીઓ ઉમટી રહ્યા છે. વિખ્યાત શંકરધોધની મુલાકાતે સેહલાણીઓ વરસતા વરસાદમાં આવી આનંદ માણે છે. સતત વરસતા વરસાદની સાથે ધુમ્મસભર્યુ વાતાવરણ સેહલાણીઓને રોમાંચિત પણ કરે છે.
જો તમે કુદરતી સૌંદર્યનો નજારો માણવાના શોખીન હોય તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનો પ્રવાસ તમારાં માટે યાદગાર સંભારણું બની શકે છે. ધરમપુરમાં દર વર્ષે ચોમાસામાં સક્રિય બનતા અનેક ઝરણા અને ધોધ મન મોહી લે છે. તેમાં પણ ધરમપુરથી 29 કિલોમીટરનાં અંતરે સક્રિય બનતો વાઘવડ ગામનો શંકરધોધ પ્રવાસીઓનો મન મોહી લે છે. આ ધોધને માણવા માટે દૂરદૂરથી સેહલાણીઓ ઉમટી પડે છે.
તમે પણ આ ધોધની મુલાકાત લઇ પ્રવાસને યાદગાર બનાવી શકો છો. જો તમે સુરતથી આવતા હો તો ચીખલી ખેરગામ ધરમપુર થઈ 100 કિલોમીટર ધરમપુર અને ત્યાંથી 29 કિલોમીટર પર શંકર ધોધની મુલાકાત લઈ શકો છો. જો વાપી દમણ નવસારીથી આવતા હોય તો 80 કિલોમીટરના અંતરે તમે આહલાદક દ્રશ્યોનો રોમાન્ચ માણી શકો છો. સાથે જ ચોમાસામાં ઉત્પન્ન થતા ખળખળ વહેતાં ઝરણાઓ પણ તમારું મન મોહી શકે છે.