ભરતસિંહ વાઢેર, સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલા નામના બાળકના ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ચૈતાની હત્યા પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલીવિદ્યા કરી નર બલી ચઢાવવામાં આવી હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.
આ દરમિયાન સેલવાસ પોલીસે મૃતક બાળકની ઓળખ શાયલીના 9 વર્ષીય ચૈતા કોહલા નામના બાળક તરીકે કરી હતી. બાળકના પરિવારજનોએ તેમનું બાળક ચૈતા ગુમ હોવાની ફરિયાદ પણ દાખલ કરી હતી. આથી પોલીસે આ મામલે તપાસ કરતાં હવે ચોકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ખુલાસો થયો છે કે, આરોપીઓએ 9 વર્ષીય માસુમ ચૈતાની મેલીવિદ્યા કરવા નર બલી ચડાવી અને માસુમની હત્યા નીપજાવી હોવાનો ચોંકાવનારી વાત બહાર આવી છે.
આથી શૈલેષે સગીરનો સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપી જે મેલીવિદ્યા જાણતો હતો. તેના દ્વારા તેઓએ મેલી વિદ્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આથી પ્લાન મુજબ મેલી વિદ્યા કરવા માટે સગીર આરોપીએ પ્રથમ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરી તેની હત્યા કરી નર બલી ચડાવી હતી.
આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેને માસુમ ચૈતાની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે. જોકે સેલવાસ પોલીસ આ મામલે ખુલીને કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી. જોકે, સંપૂર્ણ તપાસ બાદ પોલીસ તમામ માહિતી મીડિયા સામે મુકી શકે તેવી પણ શક્યતા છે.