Home » photogallery » valsad » Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

વલસાડ નગરપાલિકા દ્વારા 40 વર્ષ અગાઉ શહીદ ચોક વિસ્તારમાં નિર્માણ પામેલી ફીશ એન્ડ મીટ માર્કેટની દયનિય હાલત,આ મચ્છી માર્કેટમાં હોલસેલ અને છૂટક ફીશ અને ચિકન-મટન વેચવાનું મુખ્ય કેન્દ્ર છે

  • 15

    Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

    Akshay kadam, Valsad:વલસાડ નગરપાલિકા દ્વારા 40 વર્ષ અગાઉ શહીદ ચોક વિસ્તારમાં નિર્માણ પામેલી ફીશ એન્ડ મીટ માર્કેટની દયનિય હાલતને લઈ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે માર્કેટ સાથે હજારો લોકો સંકળાયેલા છે તે માર્કેટ પાસે ગંદકી અને કચરો ઉભરાવા છતાં કોઈ દરકાર ન લેવાતા સ્થાનિકો સહિત મચ્છી માર્કેટ આવનારા ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

    વલસાડની આ મચ્છી માર્કેટમાં હોલસેલ અને છૂટક ફીશ અને ચિકન-મટન વેચવાનું મુખ્ય કેન્દ્ર છે જેને આધુનિક રૂપ આપી તેનું રીનોવેશન કરવા માટે વર્ષોથી ઠરાવો થઈ રહ્યા છે વર્તમાન કાઉન્સિલરો અવાજ ઉઠાવી ચૂક્યા છે જેને ધ્યાને લઈ વલસાડ નગરપાલિકાએ ફરીથી ઠરાવ કરી આ માર્કેટને તોડી નવી બનાવવા માટે નક્કી કર્યું હતું પરંતુ તે માત્ર કાગળ પર જ છે.

    MORE
    GALLERIES

  • 35

    Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

    વલસાડ સહીચોક વિસ્તારમાં ફિશ મીટ ઉપરાંત ચિકન ઈંડાની દુકાનો પણ આવેલી છે જ્યા દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે.પરંતું માર્કેટના અંદર માછલી અને ચિકન વેચવા માટે બનાવવામાં આવેલા ચોક ખખડધજ અવસ્થામાં હોવાના કારણે ત્યા ગંદકીના થર જામ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

    આ સમસ્યાનું નિરાકરણ લાવવા મંડીના લોકો અને ત્યા આવતા નાગરિકો દ્વારા પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.તાત્કાલિક ધોરણેપ્રશ્નોના નિરાકરણ લાવી આપવા અને જગ્યાને રીનોવેટ કરવા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.મચ્છી માર્કેટમાં હાલ પાણી નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા ન હોવાના કારણે ગદુ પાણી આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે.જેના કારણે દુર્ગધ ફેલાય છે.

    MORE
    GALLERIES

  • 55

    Valsad: વલસાડની આ ફીશ અને મીટ માર્કેટને નવી કરવા કોને રસ નથી ?

    કચરો ભેગો કરવા માટે કોઈ સુવિધા નથી ત્યા વેપારીઓ દ્વારા લાવવામાં આવતા બોક્સ મુકવાની પણ જગ્યા હોતી નથી.વેચાણ બાદ વધી ગયેલા કચરાનો પણ કોઈ નિકાલ ન કરી શકાતા ગંદકીનું સામરાજ્ય જોવા મળી રહ્યો છે.અહી તાત્કાલિક યોગ્ય વ્યવસ્તા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES