ભરતસિંહ વાઢેર, વલસાડ: વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં (Valsad News) હોળી ધુળેટીના પર્વની (Holi Dhuleti festival) ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આજે ઠેર-ઠેર લોકોએ એકબીજાને રંગ લગાવી અને ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવી હતી જોકે વલસાડના તિથલ દરિયા (tithal) કિનારે આજ નો માહોલ અલગ હતો. તિથલના દરિયા કિનારે (Tithal Beach) દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ધુળેટી મનાવવા ઉમટી પડ્યા હતા.