Home » photogallery » valsad » Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

વલસાડ જિલ્લામાં આજે પારસી સમાજના ભાઈઓએ તેઓના નવા વર્ષની ઉજવણી કરી હતી.પારસી સમાજના લોકો દર વર્ષે નવરોઝના દિવસે પોતાના નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.પવિત્ર આસત બહેરામની પૂજા અર્ચના કરી પારસી બંધુઓએ એકબીજા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી

  • 17

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    Akshay kadam, Valsad: વલસાડ જિલ્લામાં આજે પારસી સમાજના ભાઈઓએ તેઓના નવા વર્ષની ઉજવણી કરી હતી.પારસી સમાજના લોકો દર વર્ષે નવરોઝના દિવસે પોતાના નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ પારસીઓના નવા કેલેન્ડર વર્ષ 1392 ના પ્રથમ દિવસ ને નવરોઝ તરીકે ઉજવે છે.ત્યારે આજે નવરોઝના દિવસે પરસીઓએ ઉદવાડામાં આવેલા તેઓના ઈસ્ટ દેવ પવિત્ર આસત બહેરામની પૂજા અર્ચના કરી હતી.ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી

    MORE
    GALLERIES

  • 27

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    આજના પવિત્ર દિવસે દેશના અલગ અલગ ખુણેથી પારસી સમાજના લોકો ઉદવાડા આવતા હોય છે. તેઓ ઉદવાડા આવી તેઓના ઈષ્ટ દેવ આતસ બહેરામની પૂજા અર્ચના કરે છે.અને ધન્યતા અનુભવે છે.મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસીક વારસો જાળવી રાખ્યો છે. જેના કારાણે વિશ્વભરના પારસીઓ માટે ઉદવાડા ગામ પવિત્ર હેરીટેજ પ્લેસ બન્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    ઉદવાડા ગામે કુદરતી રીતે પ્રગટેલા આતશના દર્શન માટે વિશ્વભરના પારસીઓ અહીં આવે છે. પારસી સમુદાય દ્વારા આયોજીત કાર્યક્રમોમાં દેશ-વિદેશના પારસીઓ અહીં ઉમટી પડે છે. PM મોદી દ્વારા પારસીઓના પવિત્ર તીર્થ સ્થળ ઉદવાડા ગામને વર્લ્ડ હેરિટેજ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. જેને લઇ હવે પારસીઓનું પવિત્ર સ્થળ હેરિટેજ તરીકે વિકસી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 47

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી. સંજાણથી ઉદવાડા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસીક વારસો જાળવી રાખ્યો છે,150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું ઉદવાડા ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ બન્યું છે.

    MORE
    GALLERIES

  • 57

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    1300 વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે  જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે લઇ નીકળેલા પારસીઓના આ અગ્નિની સ્થાપના ઉદવાડા ખાતે કરવામાં આવી હતી. પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજી એ વધુ વિગત આપતા જણાવ્યું હતું ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    તેમણે ભારત દેશ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતીમાં લઘુમતી તરીકે અમે સચવાયા છીએ એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરકરણમાં મુખ્યમંત્રીના તથા રાજ્ય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

    MORE
    GALLERIES

  • 77

    Valsad: આતસ બહેરામની પૂજા કરી પારસી સમાજે નવા વર્ષની કરી ઉજવણી; આ રીતે થાય છે આતસ બહેરામની પૂજા

    મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે. ઉદવાડા રેલ્વે સ્ટેશન થી 7 કિમિ ના અંતરેપારસી અગિયારી(ઇરાનશાહ) આવેલી છે , આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે

    MORE
    GALLERIES