ભરતસિંહ વાઢેર, વલસાડ: નવસારી જિલ્લા એસીબી પોલીસે (Navsari ACB police) વલસાડમાં (valsad news) સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને (Corrupt official) રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. નવસારી એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીએ (ACB trap) વલસાડ એસ.ટીની વિભાગીય કચેરીમાં (Valsad ST office) છટકું ગોઠવ્યું હતું. જેમાં આ વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આથી એસીબીએ તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આથી આ છટકામાં એસ.ટીની આ વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદીઓ પાસેથી કચેરીમાં જ રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આથી એસીબીએ લાંચિયા અધિકારી દિલીપ ચૌધરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ નવસારી એસીબીએ વલસાડ જિલ્લામાં સપાટો બોલાવતા જિલ્લાના લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.