Home » photogallery » valsad » Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

વલસાડના અટકપારડી સ્થિત માં મહાકાળી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીબી રોગથી પીડાતા વલસાડ તાલુકાના 70 દર્દીઓને એક વર્ષ સુધી દત્તક લેવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા દર્દીઓને પ્રોટીનયુક્ત ખોરાકની કીટ આપવાનું શરૂ કરાયું છે.  

  • 16

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

    Akshay kadam, Valsad: વલસાડના અટકપારડી સ્થિત માં મહાકાળી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીબી રોગથી પીડાતા વલસાડ તાલુકાના 70 દર્દીઓને એક વર્ષ સુધી દત્તક લેવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા દર્દીઓને પ્રોટીનયુક્ત ખોરાકની કીટ આપવાનું શરૂ કરાયું છે.વલસાડના અટકપારડી સ્થિત નેશનલ હાઇવે નંબર 48 પાસેઆવેલી જય માં મહાકાળી અન્નક્ષેત્ર ટ્રસ્ટની ઓફિસ ઉપરવલસાડ તાલુકાના 70 જેટલાં ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પ્રોટીન યુક્ત આહારની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

    વલસાડના અટકપારડી સ્થિત નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલી જય માં મહાકાળી અન્નક્ષેત્ર ટ્રસ્ટની ઓફિસ ઉપર ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડો. એચ.પી. સિંગની રાહબરી હેઠળ વલસાડ તાલુકાના 70 જેટલાં ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પ્રોટીન યુક્ત આહારની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. દર્દીઓને મગ, તેલ, ગોળ, બાજરી, ચણા સહિતની એક મહિનો ચાલે એટલી કીટ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ મેર દ્વારા વિતરણ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

     એક વર્ષ સુધી દર્દીઓને દર મહિને આ પ્રમાણેની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ટીબીના ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધરિત્રી નાયક, ટીબીના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર કેતન પટેલ, વલસાડના ઉમેશભાઈ વાછાણી, બિરેનભાઈ ચાંપાનેરી, મનસુખભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 46

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

    આ અંગે ભરતભાઈએ જણાવ્યું હતું કે હાલ 70 પેશન્ટોને એક વર્ષ સુધી પ્રોટીનયુક્ત ખોરાકની કીટ આપવાનું નક્કી કરાયું છે. ત્યારબાદ આગામી વર્ષોમાં સક્ષમતા અનુસાર કીટ આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 56

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

    જયારે ટીબી ઓફિસર ડો. એચ.પી. સિંગે જણાવ્યું હતું કે પેશન્ટને ન્યુટ્રીશનલ સપોર્ટ મળે તો દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થાય છે. જે માટે ગવર્મેન્ટેટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ એનજીઓને જોડી આ પ્રકારે દર્દીઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવાનો પ્રારંભ કર્યો છે.ભરતભાઈ દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્યે વિતરણ કરીને માનવતા મેહકાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

    MORE
    GALLERIES

  • 66

    Valsad: ટીબી હારશે દેશ જીતશે; મહાકાળી ટ્રસ્ટની અનોખી પહેલ,ટીબીના 70 દર્દીઓને એક વર્ષ માટે લીધાં દત્તક

    નિરાધાર વૃદ્ધોને ઘર બેઠા ટિફિન અપાશે માં મહાકાળી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ શહેરમાં નિરાધાર વૃદ્ધો માટે ઘર ઘર ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. જેમના ઘરે સંતાનો ન હોય, અશક્ત માતા-પિતા એકલા રહેતા હોય, જીવન નિર્વાહ કરી ન શકે તેવા વડીલોને ટ્રસ્ટ દ્વારા દરરોજ બપોરે અને સાંજે વિનામૂલ્યે ટિફિનની સગવડ પૂરી પાડવામાં આવશે. જરૂરિયાત મંદ લોકો આ નંબર પર સંપર્ક કરી શકે છે.સંપર્ક નંબર: 93283 15415

    MORE
    GALLERIES