ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં (valsad news) સોશિયલ મીડિયામાં (social media) એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં એક વિધર્મી યુવક ઈકબાલ હિન્દુ ધર્મના (Hindu dharma) ભગવાન શંકરનો વેશ (lord shankar) ધારણ કરી અને ભિક્ષા (Begging) માગતો લોકોના હાથે ઝડપાઈ જાય છે. શરૂઆતમાં રમેશ નામ આપી અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. જોકે ત્યારબાદ સાચી હકીકત બહાર આવતા લોકો પણ ચોંકી ગયા હતા.
હકીકતમાં ભગવાન શંકરનું રૂપ ધરી અને લોકોના ઘરમાં જઈ અને ભીખ માગતાં વ્યક્તિ રમેશ નહીં પરંતુ ઈકબાલ હોવાનું બહાર આવ્યું હતું .આથી લોકોએ એકઠાં થઈ અને ઇકબાલ નામના યુવાનને મારમાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે વીડિયો હજુ સુધી કઈ જગ્યાનો છે તે જાણી શકાયું નથી પરંતુ. વીડિયોમાં બોલાતા સંવાદો મુજબ બહુરૂપિયો ઈકબાલ પારડીના એક મસ્જિદના મૌલાનાનું નામ આપે છે.
અને સાથે જે વલસાડના કરમબેલી ગામનું પણ નામ સંભળાઈ રહ્યું છે. આથી આ વીડિયો વલસાડ જિલ્લાના કોઈ ગામનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.. વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ઈકબાલ નામનો બહુરુપિયો ભગવાન શંકરનું રૂપ ધારણ કરી અને હિંદુ વિસ્તારોમાં ફરે છે.. ભગવાન શંકરનું રૂપ ધારણ કરી અને ફરતો ઈકબાલ ગુટખા ચાવી રહ્યો હતો. અને તેની હરકતો પર પણ લોકોને શંકા ગઈ હતી.
આથી લોકોએ હકીકત તપાસવા તેનું નામ પૂછતા શરૂઆતમાં તેણે રમેશ નામ આપ્યું હતું. પરંતુ લોકોને શંકા જતા વધુ તપાસ કરતા પોતાનું નામ ઈકબાલ હોવાનું લોકો સમક્ષ કબુલ્યું હતું. આથી રોષ માં આવેલા લોકોએ ઈસ્માઈલને મારી અને પાઠ ભણાવ્યો હતો. વધુમાં પારડીના મસ્જિદના ઉસ્માનભાઈ નામના એક મોલાનાના કહેવાથી તે હિન્દુ દેવી-દેવતાઓના વેશ ધારણ કરી અને હિંદુ વિસ્તારોમાં ભિક્ષાવૃતિ કરતો હોવાનું લોકો સમક્ષ કબુલ્યું. ઇકબાલેએ પણ જણાવ્યું હતું કે મૌલાના તેના જેવા અન્ય લોકોને પણ આવી રીતે હિન્દુ દેવી-દેવતાઓના વેશ ધારણ કરી અને ભિક્ષાવૃત્તિ કરવા માટે હિંદુ વિસ્તારોમાં મોકલે છે અને ભિક્ષામાં જે રોકડ રકમ આવે છે તે રકમ મસ્જિદનો મૌલાના ઉસ્માનભાઈ ઉઘરાવી લેતો હોવાનું પણ તેણે લોકો સમક્ષ કબુલ્યું હતુ.
આમ વલસાડના સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ વીડિયો વાયરલ થતા મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિધર્મીઓ પોતાની સાચી ઓળખ છુપાવી અને હિંદુ વિસ્તારોમાં હિન્દુ દેવી-દેવતાઓના વેશ ધારણ કરી અને ભિક્ષાવૃત્તિ કરે છે અને ત્યારબાદ મસ્જિદના મૌલાનાને ફાળો જમા કરાવતા હોવાનું વીડિયોમાં ઈકબાલ કબુલ કરતા મુદ્દો વધારે ગરમાયો છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી.