મારણનો શિકાર કરવા આવતા પાંજરામાં ઘૂસેલો દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. તો દીપડો પાંજરામાં પુરાવાની આ સમગ્ર ઘટના વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ભરતસિંહ વાઢેર, પારડી : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ અને આસપાસના વિસ્તારમાં તરખાટ મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
2/ 6
બનાવની જાણ થતા જ, વનવિભાગે સ્થળ પર પહોંચી અને દીપડાનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
विज्ञापन
3/ 6
બનાવની વિગત મુજબ, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ અને આસપાસમાં એક દીપડો દેખાઇ દીધો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો. ગામની આજુબાજુ દીપડાની હાજરીને કારણે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા.
4/ 6
સાથે જ રાત્રિના સમયે વાડી અને ખેતરોમાં જવા ડર અનુભવતા હતા. વધુમાં આ દીપડાએ ગામની આજુબાજુના વિસ્તારમાં મરઘા અને શ્વાન જેવા નાના પશુઓનો શિકાર પણ કર્યો હતો. આથી ગામના લોકોમાં ભયનો માહોલ હતો. જેથી લોકોએ દીપડાને ઝડપવા વન વિભાગને રજૂઆત કરી હતી.
5/ 6
મારણનો શિકાર કરવા આવતા પાંજરામાં ઘૂસેલો દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. તો દીપડો પાંજરામાં પુરાવાની આ સમગ્ર ઘટના વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
विज्ञापन
6/ 6
લોકોની રજૂઆત મળતા જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે ગામના છેવાડે આવેલી એક વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. આખરે આ દિપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. દીપડાને લલચાવવા પાંજરામાં મારણ રાખવામાં આવ્યું હતું.