ભરત પટેલ, વલસાડ: શિયાળાની મોસમ શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળું વાનગીઓની પાર્ટીઓ જામે છે. અત્યારે લોકો ક્યાંક પોંન્ક પાર્ટી, ક્યાંક દાળ રોટલાની પાર્ટી, ક્યાંક ટોઠાની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી કરતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની ભારે બોલ બાલા છે.
વલસાડ જિલ્લો વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. જોકે શિયાળામાં વલસાડ જિલ્લામાં તમતમતા ચટાકેદાર ઉંબાડીયાની બોલ બાલા રહે છે. ઉંબાડીયુ વલસાડ જિલ્લામાં શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. સૌ પ્રથમ જાણીએ કે, આ ઉંબાડીયુ કેવી રીતે બને છેૉ? ઉંબાડીયુ મુખ્યત્વે શિયાળામાં મળતા સક્કરિયા, રતાલુ, બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડીમાંથી બને છે.