વલસાડ : દક્ષિણ ગુજરાતમાં (South gujarat) મેઘરાજા (Rains) મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વલસાડ, (Valsad) વાપી (Vapi), ઉમરગામ (Umargam), ધરમપુરમાં ધોધમાર વરસાડ (Gujarat Rains) પડ્યો. વરસાદની તોફાની ઈનિંગમાં ચારેકોર જળભરાના દૃશ્યો સામે આવ્યા હતા. ચોમાસાની આ તોફાની બેટિંગમાં વલસાડમાં આભ ફાટ્યુ છે. વલસાડમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.