Home » photogallery » valsad » વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

ધવલના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ લગને લગને કુંવારા વાપીના પતિનો કિસ્સો અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

विज्ञापन

  • 16

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના વાપી પોલીસ સ્ટેશનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દુકાનદાર વેપારી, યુવતીઓને ફસાવી અને તેમની સાથે મંદિરોમા લગ્ન કરી અને પતિ બનવાનું નાટક કરતો હતો. પોતે કુંવારો છે, તેવું જણાવી યુવતીઓને ફસાવી તેમની પાસેથી પૈસા લઈ લગ્ન કરી દિલ તોડતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આખરે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થતા વાપી ટાઉન પોલીસે લગ્ને લગ્ને કુંવારા લફરાબાજ પતિની ધરપકડ કરી છે. જેના લગ્નનોનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ છે. તો આવો બતાવીએ કોણ છે આ લગ્ને લગ્ને કુવારો પતિ.

    MORE
    GALLERIES

  • 26

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    વાપી પોલીસ સ્ટેશનના જાપ્તામાં ઊભેલો અને ગરીબ ચહેરે લાગતો આ વ્યક્તિનો ચહેરો જોઇને આપને તે માસુમ હશે તેવું લાગતું હશે. પરંતુ આ માસૂમ ચહેરા પાછળ છુપાયેલા એક રહસ્યમય વ્યક્તિત્વને જાણીને આપ પણ ચોકી જશો. કારણ કે, આ વ્યક્તિએ એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વખત લગ્ન કર્યા બાદ પણ પોતે કુંવારો હોવાનું જણાવીને અન્ય યુવતીઓને ફસાવતો હતો. આખરે આ લગને લગને કુંવારા પતિનો ભાંડો ફૂટી જતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જ વાપી ટાઉન પોલીસે આ લગ્નને લગ્નને કુવારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.

    MORE
    GALLERIES

  • 36

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    આપને જણાવી દઇએ કે, આ લગને લગને કુંવારા પતિનું નામ છે ધવલ વખારિયા. જે વાપીના ચલા વિસ્તારમાં એક રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. જોકે, સ્વભાવે રંગીન મિજાજી ધવલે તેને ત્યાં કામ કરતી એક મહારાષ્ટ્રીયન યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને પોતે કુંવારો છે તેવું જણાવી તે યુવતી સાથે વલસાડના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જોકે યુવતીએ પોતે તેના દુકાનદાર શેઠ સાથે લગ્ન કરી રહી હોવાનું તેના પરિવારજનોથી છુપાવ્યું હતું. આથી એ વખતે પોતાના દુકાનમાં કામ કરતા અન્ય સાથી કર્મચારીઓ અને વકીલની હાજરીમાં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પોતાની દુકાનમાં જ કામ કરતી પોતાની કર્મચારી યુવતી સાથે રંગરેલીયા મનાવી અને તેની સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવતીને અમદાવાદ અને રાજસ્થાનમાં હનીમૂન પર લઈ જઈ અને તેની સાથે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

    MORE
    GALLERIES

  • 46

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    આમ ધવલ વખારિયા જ્યારે પોતાની દુકાને કામ કરતી મહિલા યુવતીની સાથે લગ્ન કરી અને રાજસ્થાનમાં હનીમૂન મનાવી રહ્યો હતો. એ વખતે જ તેના ફોન પર કોઈ નંબરથી વારંવાર ફોન આવતા હતા. તેમ છતાં તે ફોન રીસીવ કરી અને વાત નહીં કરતા. તેની નવી પત્નીને નવા બનેલા પતિ ધવલ વખારિયા પરા શંકા ગઈ હતી. જોકે હનીમૂન અને ત્યાર બાદ ફરી એક વખત ઘરના સભ્યોથી છુપાઈને ભાગીને રાજસ્થાન ગયા હતા અને ત્યાર બાદ બંને ઘરે પરત ફર્યા હતા. જોકે પછી યુવતીએ પોતાના ઘરે સમગ્ર હકીકત જણાવી દીધી હતી. ધવલના વર્તન પર શંકા જતા યુવતીના પરિવારજનોએ ઉમરગામ ધવલ જ્યાં રહેતો હતો ત્યાં જઈ તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. કારણ કે, ધવલ અગાઉથી જ એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ઉમરગામ રહેતો હતો, અને તેણે અગાઉ પણ લગ્ન કરી લીધા હતા.

    MORE
    GALLERIES

  • 56

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    આમ યુવતીના પરિવારજનોએ ધવલની સાચી હકીકતની જાણ કરતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેને દગો આપનાર પોતાના દુકાનદાર પતિ ધવલ વખારિયા વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોલીસ સમક્ષ માંગ કરી હતી. આથી પોલીસે આરોપી પતિ ધવલ વખારિયાની અને તેને લગ્નમાં સાથ આપનાર તેના સહ કર્મીની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. હજી બે યુવતી સાથેના લગ્નની તપાસ કરી રહેલ વાપી પોલીસ સમક્ષ અન્ય એક યુવતી પણ ધવલ સાથે લગ્નની વાત બહાર આવી છે. હાલે ધવલના 3 લગ્ન બહાર આવ્યા છે. આમ લગને લગને કુંવારા દુકાનદાર વેપારી અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચૂક્યો છે. પોતે કુવારો હોવાનું જણાવી અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. ત્યારે ધવલના મતે મંદિરમાં કરેલ લગ્નનો કોઈ મૂલ્ય નથી, અને કેમેરા સમક્ષ ધવલ બિન્દાસ્ત સ્વીકારી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 66

    વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

    આમ વાપીમાં લગને લગને કુંવારા પતિનો ભાંડો ફૂટયો છે. અત્યાર સુધી પોલીસ સમક્ષ ધવલના ત્રણ લગ્નોની હકીકત સામે આવી છે. જોકે આગામી સમયમાં હજુ પણ આ લગ્નને લગ્નને કુવારા પતિ ધવલ વખારિયા વિરુદ્ધ અન્ય યુવતિઓ પણ આ પ્રકારની ફરિયાદ દાખલ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આથી આગામી સમયમાં ધવલના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ લગને લગને કુંવારા વાપીના પતિનો કિસ્સો અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

    MORE
    GALLERIES