Akshay kadam, Valsad: વલસાડમાં રહેતા ડૉ. પંકજ મિસ્ત્રીએપોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે.તેઓએ 50માજન્મ દિવસે 100મી વખત રક્ત દાન કરી લોકો માટે પ્રેરણા રૂપી ઉધારણ પણ પૂરૂ પાડ્યું છે.તેઓએવલસાડની BKM સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યું છે. સાયન્સ કોલેજમાંથીM.Sc., Ph.D ની ઉચ્ચ ડિગ્રી મેળવી હાલમાં અતુલ લિમિટેડમાં જોઇન્ટ મેનેજર તરીકે કાર્યરત છે
વલસાડની BKM સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી M.Sc., Ph.D ની ઉચ્ચ ડિગ્રી મેળવી હાલમાં અતુલ લિમિટેડમાં જોઇન્ટ મેનેજર તરીકે કાર્યરત ડો. પંકજભાઈ મિસ્ત્રીએ પોતાનાં 50માં જન્મદિવસે 100મી વખત રકતદાન કરીને પરીવાર સાથે ઉજવણી કરી હતી.તેઓ એ પ્રથમ રક્તદાન વર્ષ 1990માં 32 વર્ષ પહેલા કર્યું હતું જેને સતત ચાલું રાખી આજે 32 વર્ષમાં 100મી વખત રક્ત દાન કરી સેન્ચૂરીયન સાબિત થયા છે.
પંકજભાઈના 100માં રકતદાન થકી વલસાડ રકતદાન કેન્દ્રના 8માં શતક રકતદાતા બનવાનું શ્રેય હાંસલ કર્યું છે.વલસાડની જૂની અને જાણીતી BKM સાયન્સ કોલેજમાં અભ્યાસ સાથેજ એમણે પ્રથમ રકતદાનની શરૂઆત કરીને 100માં રકતદાનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.પંકજભાઇ નાં પરિવારમાં તેમના પિતાજી અને અન્ય બે ભાઇઓએ પણ 25થી વધુ વખત રકતદાન કર્યું છે આમ પંકજભાઈ સહિત એમના પરિવારે 200થી વધુ યુનિટનું રકતદાન કરી કેટલીય અજ્ઞાત માનવ જિંદગીઓ બચાવવાનું ભગીરથ કાર્ય કરી માનવતા મહેકાવી છે.
પંકજભાઇ મિસ્ત્રીના આજના 100માં રકતદાન નિમિત્તે વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેટર પ્રીતિબેન મિસ્ત્રીએ પુષ્પ ગુચ્છ તથા માનદ મંત્રી ડો .યઝદી ઇટાલિયા અને મેડિકલ ડાયરેકટર ડો. કમલ પટેલે શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમની અવિસ્મરણીય સેવાઓ બદલ અભિનંદન પાઠવી બિરદાવ્યાં હતા.આ પ્રસંગે ડો યઝદી ઇટાલિયા એ જણાવ્યું હતું કે રક્તની જરૂરિયાત અને પુરવઠા ( Demand and Supply ) વચ્ચે મોટા તફાવતને દૂર કરવા પંકજભાઈ જેવા નિયમિત રક્તદાતાઓ ની સેવાઓ આવશ્યક છે .