ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને (Valsad jilla LCB) એક મહત્વની સફળતા મળી છે. જેમાં 11 મહિના અગાઉ હરિયા ગામના (doctor kidnapping from haria village) એક તબીબના થયેલા અપહરણના ગુનાનો ભેદ પોલીસને (Valsad kidnapping case) ઉકેલવામાં સફળતા મળી છે..અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે અગિયાર મહિના અગાઉ આ તબીબે દર્દીઓને તપાસ કરતી વખતે ફોન પર પોતાના મિત્ર સાથે કરેલી ગપ્પાબાજી તેમને ખૂબ જ મોંઘી સાબિત થઇ હતી. અને નોટ બંધી વખતે મિત્ર સાથે મજાકમાં કરેલી વાતને કારણે તેમનું અપહરણ થયું હતું. અને આરોપીઓ એ રૂપિયા 1 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. ત્યારે આવો આપને બતાવીએ કે દર્દીઓને તપાસ કરતી વખતે તબીબે શું મજાક કરી હતી?? અને કોણે અને કેવી રીતે તેમનું અપહરણ કર્યું હતું.??
વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા હરિયા ગામના રહેવાસી એવા જનકભાઈ વૈરાગી નામના એક તબીબનું ગઈ તારીખ 23/9/2020ના રોજ ભગોદ ગામ નજીકથી અપહરણ થયું હતું. મોડી રાત્રે તબીબ ક્લિનિક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે જ ભગોદ ગામના આશ્રમ નજીક બે વાહનોમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવતા તબીબને કરી ગાડીમાં બેસાડી આંખે પાટા બાંધી તેમનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અપહરણકર્તાઓએ ડૉ જનક વૈરાગીને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોન્ઢા નજીક એક ગામમાં એક અવાવરૂ મકાનમાં ગોંધી રાખ્યા હતા.
જોકે અપહરણ બાદ ગણતરીના સમયમાં સમગ્ર જિલ્લાની પોલીસ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી તબીબને છોડાવવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. અને મામલો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનતા આરોપીઓ તબીબને નિર્વસ્ત્ર હાલતમાં જંગલ વિસ્તારમાં છોડી અને ફરાર થઈ ગયા હતા. આરોપીઓ 11 મહિના સુધી પોલીસ પકડથી દૂર હતા અને અને તેમની ઓળખ પણ થઈ શકી નહિ હતી. જો કે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપ સિંહ ઝાલા અને વલસાડ એલ.સી.બી પી આઇ જે. એન.ગૌસ્વામીની ટીમની સતત તપાસને કારણે આખરે 11 મહિના બાદ ગુના નો ભેદ ઉકેલાયો છે.. અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓમાં દિપેશ પટેલ નામનો આરોપી નોટ બંધી વખતે બીમારીને કારણે અપહરણનો ભોગ બનેલા ડૉકટર પાસે દવા લેવા ગયો હતો. જોકે દર્દીઓને તપાસતિ વખતે ડોક્ટર જનક વૈરાગી ફોન પર પોતાના મિત્ર સાથે મજાક મજાકમાં વાત કરી રહ્યા હતા. ડોક્ટરે ફોન પર વાત કરતાં પોતાના મિત્રોને નોટ બંધી વખતે તેમની પાસે ઘરે કબાટ ભરીને રૂપિયા છે. અને હવે તેનો નિકાલ કેવી રીતે કરવો..??
આવા ફાંકા મારી અને મોટી મોટી ડીંગો મારી રહ્યા હતા. એ વખતે ડોકટરના ફાંકા સાંભળી રહેલા આરોપી દિપેશએ ડોકટરના ફાંકાને સાચા માની લીધેલા અને એ વખતે જ દીપેશના મનમાં લાલચ જાગી.. અને પોતાના મિત્રોને વાત કરી ડોક્ટર નું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અને આખરે તેઓએ ને સફળતા પણ મળી અપહરણ બાદ ડોકટરના પરિવારજનો પાસેથી તેમના છુટકારા માટે રૂપિયા 1 કરોડની ખંડણી પણ માંગી હતી. પરંતુ અપહરણ બાદ ડોકટરની આર્થિક હાલતની સાચી હકીકતની જાણ થતા અને પોલીસની ભીંસ વધતા જ આરોપીઓ ડોક્ટરને નિર્વસ્ત્ર હાલતમાં જંગલ વિસ્તારમાં છોડી અને ફરાર થઈ ગયા હતા. અને અત્યાર સુધી તેઓ પોલીસ પકડથી દૂર હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત એ પણ બહાર આવી છે કે.. આરોપીઓએ પ્રથમ વખત આ પ્રકારનો ગંભીર ગુનો આચર્યો હતો.. આથી તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.. પરંતુ તેઓએ ડોક્ટર પાસે કરોડો રૂપિયા હોવાનું માની અને તેમના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. અપહરણ માટે આરોપીઓએ લાંબા સમય સુધી youtube પર અને ટીવી સહિતના માધ્યમો અને ક્રાઈમ ડાયરી જેવી સિરિયલો અને સાઉથની ફિલ્મો જોઈએ અને ડોકટરના અપહરણનો ફૂલ પ્રૂફ પ્લાન પણ બનાવ્યો હતો. (ડૉ રાજદીપ સિંહ ઝાલા, વલસાડ જિલ્લા પોલીસવડા)
અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા.. અને 11 મહિના સુધી પોતાની ઓળખ છુપાવી અને પોલીસ પકડથી દૂર પણ રહ્યા હતા.. પરંતુ આ કેસને ગંભીરતાથી લઇ તપાસમાં લાગેલી વલસાડ એલસીબી પોલીસ ને આખરે 11 મહિના બાદ સફળતા મળી છે.આમ નોટબંધી વખતે એક ડોક્ટરે દર્દીઓને તપાસ કરતી વખતે પોતાના મિત્ર સાથે ફોન પર પોતાની પાસે કરોડો રૂપિયા હોવાના મારેલા ફાકા મોંઘા સાબિત થયા હતા.
જે તે વખતે. ડોકટરની વાત સાંભળી રહેલા એક દર્દી એ ડોકટર ની ડિંગ બાજીને સાચી માની કરોડ રૂપિયા પડાવવા ની લાલચ માટે મિત્રો સાથે મલી ડોકટરનું અપહરણ કર્યું હતું.જોકે ત્યાર બાદ ડોકટર ની સાચી હકીકત જાણ થતા આરોપીઓ એ ડોકટર ને મુક્ત પણ કરી દીધા હતા. અને 11 મહિના સુધી પોલીસ પકડ થી દુર પણ રહ્યા હતા.જોકે હવે પોલીસ ના હાથે પકડાઈ જતા તેઓ પેટ ભરીને પછતાઈ રહ્યા છે.