ભરતસિંહ વાઢેર, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Dadaranagar Haveli) નરોલી (Naroli) અધોગિક વિસ્તારમાં એક કંપનીમાં મશીનમાં આવી જતા એક કામદારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. કંપનીની અંદર કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે બનેલી આ ઘટનાના જીવંત દ્રશ્યો કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અને આ ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (social media) થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ દાદરા નગર હવેલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને કંપનીમાં તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.